SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૪ ચાગનિષ્ઠ આચાય વિચાણામાં ઊંડા ને ઊંડા ઊતરતા જતા આ અવધુતને વળી નવચેતના લાધે છેઃ એ લખે છેઃ www.kobentirth.org .. હે ચેતન, ઉદાર ચિત્તથી સાધુઓની ઉન્નતિ થાય અને જૈનધમ પાળનારાઓની સંખ્યામાં વધારે। થાય એવ! ઉપાયેા આદરવા માટે સાધુએના વિચારાનું ધણા ભાગે ઐકય કરવા પ્રયત્ન કર. 44 Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસન દેવતા, મારા હાથે ઉત્તમ કાર્ય કરવામાં મદદગાર થાએ જૈનધમ સકાચાતા જાય છે, તે જૈનાની સંખ્યા ઘટતી જાય છે, તેથી મનમાં ધણુ લાગી આવે છે. “ હું શાસનદેવતાઓ, તમે અમારા પ્રયત્નમાં સહાયકારી બને, અને જૈન સાશનની ઉન્નતિ કરવામાં જે જે વિધ્ના આવે તેને ક્ષય કરેા. વીસમી સદીમાં જેનેાન્નતિનાં બીજ અમારે હાથે વવાએ, અમારા વિચારાને ઉપાડી લે તેવા ઉત્તમ જુસ્સાઓની અસર સવને થાએ. 66 નિળ મનના કેટલાક વણિકે। અમારા વિચાર। સાંભળે છે, પણ તેઓને જોઇએ તેવુ. ઉત્તમ કેળવણીના અભાવે ધર્માભિમાન પ્રગટતું' નથી 66 હે શાસન દેવતાઓ, જૈનશાસનની ઉન્નતિનાં જે જે દ્વાર પૂર્વે પાંચ-છ શતકથી અંધાધૂંધીથી અંધ પડી ગયાં છે, તેને ખુલ્લાં કરવામાં સહાય કરો. ’ આવી આવી મનેમન પ્રતિજ્ઞાઓ કરતા આ મહાન મુનિરાજ વાપી આવ્યા. ( પેાષ સુદ ૧૧. ) અહીં દેરાસર બંધાવવાની ખાખતમાં ઝઘડા હતા. એનુ' સર્વેને મળીને સમાધાન કરાવ્યું. વાપીથી તેઓ દમણ આવ્યા. અહી' એક દુઃખદ સમાચાર મળ્યા. સૂરત ખાતે પેાતાના દર્દી ક્ષયના ઉપચાર કરાવી રહેલા શિષ્ય અમૃતસાગરજીએ પેાષ સુદ તેરશે દેહત્યાગ કર્યો. તેઓ ચરિત્રનાયકના પ્રથમ શિષ્ય હતા. જાતે રજપૂત હતા, પણ જૈન ધર્મ પ્રત્યે અદ્ભુત પ્રેમ હતા. આ ગુરુપ્રેમી, આશાસ્પદ યુવાન મુનિના ચાર વર્ષના ચારિત્ર પર્યાયમાં મૃત્યુ થવાથી બધે ગમગીની પ્રસરી રહી. ચરિત્રનાયકે એમના સ્મરણમાં કવિતા બનાવી પેાતાના હૃદયની સમતા દઢ કરી. તે આ શિષ્ય માટે ઘણી વાર કહેતા કે ‘મારા જમણેા હાથ ગયા.’ દમણમાં મહાદેવની જગામાં ભાષણા આપ્યાં, ને ત્યાંથી વિહાર કરી બગવાડા આવ્યા. બગવાડાના દેરાસરમાં કેટલીએક અશાતનાએ હતી. તેમણે સહુને એકત્ર કરી તે દૂર કરાવી. તેમજ મેાતીવાડાથી આવેલ નરસિંહભાઇને દારૂ-માંસના નિષેધને પ્રચાર કરવા પ્રેરણા કરી. તેમ જ આવતા ફાગણ માસમાં કેામ સમસ્તની જ્ઞાતિને એકઠી કરી આ નિમિત્તે મેળાવડા કરવા કહ્યુ. ભગવાડાથી પારડી થઇ વલસાડ આવ્યા. વલસાડમાં શનિવાર અને રવિવારે માતાજીની ધમ શાળામાં પ્રેમ અને દયા’ ઉપર એ જાહેર ભાષણા આપ્યાં. દ્રવ્યપૂજા ને ભાવપૂજાને મમ સમજાવ્યેા. વલસાડમાં ચરિત્રનાયકની ભાવનાને ઝીલે તેવા એક કેશૌચંદ ગુલાખચંદ કરીને ગૃહસ્થ હતા. તેઓએ જૈન ગુરુકુળ સ્થાપવા માટે જૈન સઘની અનુમતિ પણ કરાવી હતી. ત્યાં ચાલતી પાઠશાળા અને પ્રવૃત્તિએના તેઓ પ્રાણ હતા. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy