SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org સારગ્રાહી જીવનદૃષ્ટિ સાતમના દિવસે તે આગળ વધ્યા. શેઠ નાત્તમદાસ ભાણજી, ભાવનગરવાળા ગાંધી વલ્લભદાસ ત્રિભાવનદાસ, શા. વ્રજલાલ દીપચંદ તથા શ્રી દવેટિયા વળાવવા આગળ આવ્યા હતા. સહુને યોગ્ય એધ આપ્યા ને મલાડ આવી શેઠ દેવકરણ મુલજીના બગલે ઊતર્યાં. પરાંઓની શાંતિમાં અઅધૂતના આત્મા દિવસેા બાદ પ્રફુલ્લી રહ્યો હતા. મલાડની નોંધમાં લખે છેઃ - ધડાવશ્યક બાદ રાત્રે ઘણી સજ્ઝાયાનું અયન કર્યુ. ઉપાધ્યાયજી વગેરે કૃત સઝાયા ગાવાથી તથા એકાન્તવાસ હોવાથી વૈરાગ્યના અંત:પ્રદેશનાં ઊતરતાં આત્માનું જ રટણ થવા લાગ્યું. રાત્રે ધ્યાનમાં દરરોજના કરતાં વિશેષ સ્થિરતા અનુભવાઇ. * "" Acharya Shri Kailassagarsuri Gyanmandir મલાડથી વિહાર કરી તે બારીવલી આવ્યા. જામનગરવાળા ભાઈચંદભાઇ તથા શેઠ ગોકળદાસ મૂળચઢની એડિંગના કાપડીઆ ચુનીલાલ મૂળચંદ વગેરે વિદ્યાથી ઓ સાથે કન્હેરીની ગુફાઓ જોવા ગયા. શેઠ લલ્લુભાઈ ધરમચંદ તથા તુકારામ હનુમન્તરાવ મરાઠા આદિ સાથે હતા. બૌદ્ધકાલીન આ ભવ્ય ગુફાઓ જોઇ યાગીત્વના રસિયાને ગુફાએમાં વસવાના મનેારથા થઇ આવ્યા. તેઓ નોંધે છે . “ ગુફાએના અવલેાકનથી ૌદ્ધ ધર્મના પ્રાચીન ઇતિહાસ જ્ઞાનમાં વૃદ્ધિ થઇ, અને તેથી બહુ આનંદ થયા. શાન્ત જિંદગી ગાળવા માટે આવી ગુફાએમાં વાસ કરવાના મનેારથ જાગ્રત થયા. ઘણા વર્ષોથી ગુફામાં રહેવાને વિચાર થાય છે, પણ અદ્યાપિ પંત સાનુકૂળ સયાગા પ્રાપ્ત થયા નથી. e ૨૧ ગુફાના એકાન્ત સ્થાનમાં વિશેષતઃ નિરુપાધિ દશાએ ધ્યાન, સમાધિમાં જીવન ગાળવાના મનારથ વતે છે. ઔષદેશિક આદિ ધમ કાર્યોંમાં હાલ તે વિશેષ પ્રવૃત્તિ કરાય છે. ’ સ્નેહ અવિચલ સંત જાને: સ્નેહથી ટેક વધે છે ઘણાના. સ્નેહ થકી સહુ દુઃખ ભૂલાતું, સ્નેહ સ્વર્ગીય સુખ પમાઈ. કનેરીની એક મેાટી ગુફામાં તેમણે અડધા કલાક ધ્યાન ધર્યું. એરીવલીથી ભય દૂર આવ્યા. ખાવાયેલી મસ્તી જાણે ફરી લાધી રહી હતી. હસતી અફાટ ધરતી, લીલુડાં વનેા ને ચંચળ ઋતુર ંગા ધરતીના યાગીબાળને ફરી કવિત્વ તરફ ખેં'ચી રહ્યાં હતાં. તા. ૧૪ મીએ એક સ્નેહકાવ્ય ઝરી ગયું. · સ્નેહ વિના કદી સુખ થતું નહીં, સ્નેહ ગ્રૂપે નહીં દૂર થતાં કદો, સ્નેહનું જીવન, સ્નેહની આશા, બુદ્ધિ અનુભવ સાગરચંદ્રને, ભયદરની પાસે વસાઈના કિલ્લે છે. પહેલાં દશાશ્રીમાળી જેનેાનાં ચાલીસ ઘર હતાં, પણ સાધુસમાગમના અભાવે તે અન્યધમી બની ગયા હતા, વસઇ જવા માટે ખાડી ઓળંગવા તે પેાતાના પાંચ સાધુઓ સાથે હેાડીમાં બેઠા ને વસઇ પહેાંચ્યા. અહીં ક્રોધરૂપી કષાયને ઉપદ્રવ થયા. તે અંગે લખે છે : 1 For Private And Personal Use Only “ એક શ્રાવકે એક માઇલ ચાલવાનું બતાવ્યું, અને લગભગ બે માઇલ ઉપર ગમન કરવું પડયું, તેથી કિંચિત ગુસ્સા ઉત્પન્ન થયા. પશ્ચાત, પાંચ મિનિટ પછો શાન્ત થયા. બે દિવસથી વનસ્પતિની * કૅનેરીની ગુફાએ વિષે એક લેખ ‘બુદ્ધિપ્રભા' નામક માસિકમાં લખ્યા હતા.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy