SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ ગિનિષ્ઠ આચાર્ય કેળવણી પામેલા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણની જરૂર છે. ધાર્મિકજ્ઞાન વિનાનું વ્યાવહારિક જ્ઞાન એક આંખે કાણા મનુષ્ય જેવું છે.” બીજે દિવસે વ્યાખ્યાનમાં બેડિંગના વિદ્યાર્થીઓને પૂજા વગેરે વિષયમાં વ્યાખ્યાન આપ્યું. તેઓએ જોયું કે કેળવણી પામેલા વિદ્યાર્થીઓને હેતુપૂર્વક (દલીલથી) ઉપદેશ આપવાથી તરત તેઓ ઉપદેશનો સાર ખેંચી શકે છે, અને પોતે જે સમજે છે તે બીજાને સહેલાઈથી સમજાવી શકે છે. અહી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના આદ્યજનક શ્રીયુત ગુલાબચંદજી ઢઢા તેમના દર્શનાર્થે આવતાં કોન્ફરન્સ સંબંધી ખૂબ ચર્ચા કરી. આગામી અધિવેશન અંગે સલાહસૂચના આપીને સાથે સૂચવ્યું કે “અ૯પ ખર્ચે વિવેકથી કોન્ફરન્સ ભરવાથી ઘણું કાલપર્યન્ત કોન્ફરન્સ ચાલી શકશે.” આગળ પણ પોતે શ્રીયુત ઢઢાજી વિષે લખે છે: ઢેઢાના વિચારો એકંદરે જનકોમની ઉન્નતિ પરત્વે છે, એમ નિશ્ચય કર્યો. એગ્ય સભ્ય આગેવાનો ને તીર્થના સ્થાનમાં ભરવામાં આવે તો કદી કોન્ફરસને અંત આવે નહીં. મોટાં શહેરોમાં જૂના ને નવા વચ્ચે મતભેદ હોય તેથી મતભેદ વિનાનાં ગામો અગર તીર્થસ્થાનોમાં અલપખર્ચે દિગંબર મહાસભાની પેઠે ભરવાની છે. ” આજની નોંધપોથીમાં (તા. ૧૦-૧૨-૧૧) તેઓશ્રી લખે છેઃ હિન્દુસ્થાનને એક વિદ્વાને લખેલે હાલના રાજ્ય સુધીનો ઈતિહાસ અવલે, અને તેમાંથી સાર ખેંચ્યો. મુંબઈ-લાલબાગ કરતાં અત્ર ધર્મોત્સાહના વિચાર વિશેષ પ્રગટયા. ઝવેરીકાંટાના વ્યવસ્થા કરનાર ઝવેરી હીરાચંદ નેમચંદ વગેરે દર્શનાર્થે આવ્યા હતા, તેમને બેધ આપ્યો. નિરક્ષર ગૃહસ્થ વેપારીઓ કરતાં સાક્ષર વિદ્યોપાસકોને ત્વરિત તત્ત્વબોધ આપી શકાય છે.” માગસર વદ છઠના દિવસે ત્યાંથી વિહાર કરી સાંતાક્રુઝ આવ્યા. અહીં શેઠ નરોતમદાસ ભાણજીના બંગલે રહ્યા. અત્રે ગુજરાતી સાહિત્યના મશહૂર લેખક શ્રીયુત ભેગીન્દ્રરાવ દીવેટિયા મળવા આવ્યા. તેઓ તે વખતે શેઠ પનાલાલ જૈન હાઈસ્કૂલના હેડમાસ્તર હતા. તેઓની સાથે જૈનધર્મના સ્વરૂપની ચર્ચા કરી. શ્રી દીવેટિયાએ “સિતારને શેખ”, “ઉષાકાન્ત” અને “રાજમાર્ગના મુસાફર” નામે પુસ્તક ચરિત્રનાયકને ભેટ કર્યા. પુસ્તકના પ્રેમી આ વિષે પોતાની નોંધમાં લખે છે : | A દીવેટિયાએ જેલ “ રાજમાર્ગનો મુસાફર' એ નામનું પુરતક વાંચ્યું. તેમાં દર્શાવેલા વિચારો એકંદર નોની અપેક્ષાએ બહુ સુંદર છે. ચારિત્ર બળ વધારનાર આ પુસ્તક છે.” અહીં અકળાયેલું મન વિશેષ શાતા અનુભવે છે. તા. ૧૧મીની ધમાં લખે છેઃ * મુંબઈના લાલબાગ કરતાં અને મનની શાન્તતામાં વિશેષતા અનુભવાઈ. ” For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy