SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માહમયીમાં ૨૫૯ વામાં આવે તે સારાંશે એ જૈન પત્રોના આધારે એક પણ સારા સાધુ એ વખતે ન હતા, એમ માનવાને કારણુ મળી જાય. અલબત્ત, એ વેળા પણ તટસ્થ, શાંત ને આત્માથી અનેક મુનિવરા હતા; પણ ઘઉંંમાનાં કાંકરા ખરાખર તેઓનું પ્રમાણ હતું. આ સિવાય અનેક ગૃહસ્થા ને સાધુએ અનેક ચર્ચાઓ ચલાવ્યા કરતા. ગત વર્ષોંના પેાતાના સૂરતના ચાતુર્માસમાં એવી એક ચર્ચા ઝગી ઊઠી હતી. પણ ત્યાં સર્વ સાધુઓના સ'પથી એને ધન-કાષ્ઠ વગેરે ન મળતાં એ વિશેષ પ્રજવલી ન શકી, કેટલીક ચર્ચાઓની ચર્ચા કરવાથી એને મહ-ત્વ મળી જાય છે. અનિષ્ટ ચર્ચાઓના નાશ માટે એના તરફ દુર્લક્ષ કરવુ એ જ ઇષ્ટ છે. પણ મુ`બઇ તે મેહુ' મેદાન છે. ધનાઢય છે. નવરાશ છે, હાંશ છે. વમાનપત્રો છે, ને પ્રેસે છે, એ ચર્ચા અહી' જોર કરી ગઇ, લેાકે મેાંમાં આંગળી નાખી નાખી તંત્રનાયક પાસે એલાવવા માગતા હતા. તેઓએ એક વાર સ્પષ્ટ કહી દીધું કેઃ “વ્યવહારે હું' સર્વ સાધુઓના પક્ષમાં છું, પણ માન્યતાભેઢે તકરારને જાહેરમાં મેાદું રૂપ ન આપવું એવા વિચારને છું. એવી તકરારથી જૈન કામની ખાનાખરાબી થાય છે.” પણ એથી કલહપ્રિય સમાજને કેમ શાન્તિ મળે ? તેઓએ જોરથી એ પ્રચાર શરૂ કર્યાં કે, “શ્રીમદ્ બુદ્ધિસાગરજી ખાનગી રીતે લાલન-શિવજીના પક્ષમાં છે.” ચરિત્રનાયકના પુણ્યપ્રકાપ ફાટી નીકળ્યા. એમણે વ્યાખ્યાનની પાટ પરથી પડકાર કર્યો કે: “મુંબઇ ચારાશી બંદરના વાવટા છે, અને લાલન–શિવજીને મુંબઈમાં સંઘબહાર મૂકવાની કાઇ પણ જાતની ખટપટમાં હું ભાગ લેવાના નથી. માટે બંને પક્ષના જૈનોએ અમારી આગળ કાઇ પણ જાતની વાત કાઢવી નહી', ” આ અંગે પેાતાની નોંધપેાથીમાં નોંધે છે: “મુંબઇના શ્રાવકામાં-ાખ્યાન શ્રવણના ઉત્સાહ વૃદ્ધિ પામે છે, કિન્તુ ચાલતી લાલન–શિવજીની ચર્ચાથી અમદાવાદ અને સૂરતની પેઠે મુંબઇમાં બે પક્ષ પડયા છે; તેથી આગેવાન શ્રાવકામાં બેદિલી થવાથી પારમાર્થિક કાર્યો કરવામાં વિઘ્ન નડયાં અને નડે છે;–અને એ પક્ષને સાચવીને વ્યાખ્યાનાદિ કરવાં પડે છે. હું લાલન અને શિવજીના પક્ષમાં નથી, તે પણ આ વખતે ગભીરતા રાખી મધ્યમ વૃત્તિથી કાર્ય કરું છું. તેમાં જૈન ધર્માંની ઉન્નતિ માટે અનેક આશયેા છે, તે જ અત્ર હેતુભૂત છે. જ્યાં સુધી બનશે ત્યાં લગી આવી મધ્યમ વૃત્તિથી સેવા કરીશું.” અને આ પછી ટૂંકી' નાંધપોથી આગળ વધે છે. અનુક્રમવાર તે જોઇએ. મનુષ્યેાની સદાકાળ એક સરખી વૃત્તિ રહેતી નથી. દુષ્ટ મનુષ્યાને પણ ઉપદેશની અસર કોઇ વખત લાગે છે, તેવા દાખલે આજરાજ બન્યા.” × X X X “છ આવશ્યાનું સ્વરૂપ આજરાજ વ્યાખ્યાનમાં સારી રીતે યથામતિ સમજાવ્યું, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy