SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ યોગનિષ્ઠ આચાર્ય કરવાથી વીજાપુરના ઘણા કણબીઓ દેવાદાર થઈ ગયા છે. આવા વરાથી મરેલાં માતાપિતાને કંઈ લાભ થતો નથી, ને ગેરલાભ જીવતા રહેલાઓને થાય છે. તેઓને વ્યાજ વગેરેથી જીવતે મૂઆ જેવું થાય છે. વળી શેકમાં શીરો પૂરી ખાવાં-ખવરાવવાં એ ખરાબ રિવાજ છે. આપણું ઘેરથી આ ખરાબ રિવાજ બંધ થશે, તો બીજાનું પણ ભલું થશે.” નાતીલાઓ ધીરે ધીરે વિખરાઈ ગયા. બહેચરદાસ રાતે વિદ્યાશાળામાં જઈને સૂઈ રહ્યા. મધરાતે આંખ ઉઘડી જતાં માતા-પિતાના વિચારો ઘેરી વળ્યા. નિઃશબ્દ અંધકારમાં જાણે માતાપિતાની મૂર્તિઓ તરી આવી. પુત્રે સૂતાં સૂતાં પ્રણામ કર્યા ને કહ્યું “હે જનક, હે જનની ! તમારી સમીપે રહી હું લેશમાત્ર સેવા ન કરી શકે. તમને સંતોષ આપવા મેં નોકરી સ્વીકારી; તમે મને આગળ વધવા દેવા માટે સાંસારિક સ્વાર્થ દૂર કર્યો. વિશ્વમાં માતાપિતાની સેવા એ જ ગૃહસ્થાશ્રમને સાર છે.” | માતા-પિતાનાં સ્મરણ અધિકાધિક ઉભરાતાં તેમણે કવિતા લખી નિવાપાંજલિ આપી, તેમ જ અખંડ રાત્રિજાગરણ કરી, સવારે પ્રતિક્રમણ કરી શ્મશાનભૂમિમાં ગયા. ભરભાંખળું હતું. શ્મશાનની ભયંકર શાન્તિને શિયાળવાં પોતાની લારીથી ભેદતાં હતાં. એકાદ બુઝાઈ જવા આવેલી ચિતા, ને લાડવા માટે ભટકતા શ્વાન સિવાય ત્યાં કંઈ નહોતું. પિતાને જે ઠેકાણે દાહ દેવામાં આવ્યો હતો, ત્યાં રાખમાં જઈ બેઠા. ભચને તો જવનમાં નહોતો. થોડી રાખ મરતક પર ચઢાવી, કપાળે તિલક તાણી એ ભાવનાના ભેગીએ કહ્યું: હે પૂજનીય પિતા ને હે વંદનીય માતા ! હું તમારા ઉપકારનો સત્ય બદલો વાળી ન શકો, તમારી પાસે રહી તમારી સેવા ન કરી શકે, મારા જ્ઞાનનો લાભ તમને ન આપી શક્ય, તે માટે હું ક્ષમા યાચું છું.” અંતરના તાર એક વાર ઝણઝણી ઊઠયા, ને અંતરનાં આંસુ નેત્રવાટે એ પુનિત રાખ પર પડી વિશેષ પુનિત બનતાં ચાલ્યાં. અટપકતી આંખે તેમણે આગળ ચલાવ્યું. તમારા શરીરની રાખ પણ પૂજ્ય છે, એ મરતકે ચઢાવીને પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું તમારી પાછળ માતાપિતાની સેવા કરવાનું સર્વ લેકને શિક્ષણ આપીશ. સહુને આત્મશાંતિનો માર્ગ બતાવીશ ને એ માર્ગે ચાલવા હું પુરુષાર્થ કરીશ. તમે જ્યાં છે ત્યાં તમને શાશ્વત શાન્તિ મળે. હે માતાપિતા, તમારા શરીરની ભસ્મ મારા મસ્તકે ચઢાવીને પ્રતિજ્ઞા કરું છું, કે હવે વારંવાર માતાપિતા ન કરવાં પડે એવી પરમાત્માની સેવા-ભકિત કરીશ.” આ મશાનવૈરાગ્ય નહોતો-જ્ઞાનગતિવૈરાગ્ય હતો. શંકરાચાર્યનો જાણે શંખનાદ સંભળાતે હતા, કે પુનરપિ જનનં, પુનરપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ, ઈહ. સંસારે, ખલુ દુસ્તારે, કૃપયા પારે, પાહી મુરારે ! For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy