SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ યાગનિષ્ટ આચાય જીવને ધર્મક્રિયા કે યાત્રા કે તપ વગેરેમાં પ્રવૃત્તિ કરતાં, દેખે। દેખાડીને વારવા નહી, તેમ તેને દોષ-ભય દેખાડીને નિષ્ક્રિય જેવા વા તેથી ભષ્ટ બનાવવા નહી. ભય, સ્વા, લાલચ વગેરેથી પણ ધર્મ કરવામાં પ્રવૃત્તિ કરનારા પૈકી ઘણા જીવે! મારે નાદિ માગ માં આગળ વધે છે, ત્યારે તેઓ બાથ સુખ-રવા વગેરેને લાત મારે છે. મિથ્યાત્વને પણ ગુણુસ્થાનક કહ્યુ છે, તે પણ ઉપયુ કત આશયાની અપેક્ષાએ સમ જાય છે. ” લાડવા ખાવાની બુદ્ધિથી યાત્રા કરનાર લેાકેા પર તેા તેમના શુદ્ધ પ્રેમ પ્રગટતા. તેએ મનમાં વિચારતા કે કોઇ જીવ હાલ કેવા છે, તે ભવિષ્યમાં કેવા થઇ જાય, તેની કાંઈ ખબર પડે નહીં, માટે ખાવા વગેરેની લાલચથી પણ ધર્મીક્રિયા કરનારાઓની નિંદા-ટીકા કરવી એ બરાબર નથી. સિદ્ધાચળની યાત્રા કરવામાં યાત્રિકા તથા ધમ શાળા સંબંધી કેટલીક સૂચનાએ પણ તેઓએ પેાતાની નેાંધપાથીમાં નાંધેલી છે-જે નીચે અપાય છે. ( ૧ ) સિદ્ધાચળની યાત્રા કરવામાં જેને ભાવ પ્રગટયા હેાય તેણે સિધ્ધાચળ તી પર આવીને બ્રહ્મચય પાળવુ', સત્ય ખેલવું, ચારી ન કરવી, જયણાથી ચાલવું, કાઇની સાથે કલેશ ન કરવા, તથા રાત્રિèાજન ન કરવું. ( ૨ ) સિધ્ધાચળની યાત્રા કરતાં સર્વ પ્રકારનાં વ્યસનેાથી ને ચાર પ્રકારની વિકથાથી દૂર રહેવું. ( ૩ ) સાધુઓની અને સાધ્વીએની અલગ અલગ ધ શાળા રાખવી. સાધુઓની ધશાળામાં સાધ્વીઓએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ ન ઊતરવું; તથા સાધ્વીઓની ધમશાળામાં સાધુએ તથા શ્રાવકાએ ન ઊતરવું. (૪) સિધ્ધાચળની યાત્રા કરનારાઓએ સાધુ-સાધ્વીની સેવા કરવી. ( ૫ ) ધર્મશાળામાં યાત્રાળુઓને ઊતારવામાં પક્ષપાત થાય છે, તે ન થાય તેવા ઉપાયેા યેાજવા. ( ૬ ) શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીને વહીવટ-હિસાબ છ છ માસે તપાસાય, એવેા બંદોબસ્ત કરવા. ( ૭ ) યાત્રાછુઓને સ` પ્રકારની સગવડ કરી આપવા માટે એક સેવક મ`ડળની સ્થાપના કરવી. ( ૮ ) તપસ્વીઓ વગેરેના આરેાગ્યના રક્ષણાર્થે ઉત્તમ દેશી વૈદ્યની દવા-સલાહની વ્યવસ્થા કરવી. ( ૯ ) શ્રાવક–શ્રાવિકાઓની સેવા-ભક્તિ કરવા માટે પરસ્પર શ્રાવક-શ્રાવિકાઓએ ખાસ ભાવ રાખવા. ( ૧૦ ) યાત્રાળુઓએ નિદાની તથા મેાજશેાખની ટેવ વારવી, જેમ બને તેમ સાત્વિક વૃત્તિ ધારણ કરવાનેા અભ્યાસ રાખવા તથા તપશ્ચર્યા કરવાને જેમ બને તેમ વિશેષ અભ્યાસ કરવા. ( ૧૧ ) ધર્મશાળાના ઉપરીઓએ પેાતાની ધર્મશાળાની જાતે તપાસ રાખવા પ્રયત્ન કરવા. ( ૧૨ ) તીનો આશાતના વવી. એકાંત નિવૃત્તિ, પ્રભુભક્તિ અને સાધુસમાગમથી રાગદ્વેષ ટાળીને આત્માની શુધ્ધિ તથા આત્માના અનુભવ કરવા, અને મુક્તિની પ્રાપ્તિ માટે તીથ યાત્રા કરવાની છે, એવા ખાસ ઉદ્દેશ યાત્રાળુએ હૃદયમાં ધારણ કરવેા. ( ૧૩ ) સિધ્ધાચળની યાત્રા કરનારાએએ મન, વાણી ને કાયાનો શુધ્ધિ જાળવી, તીર્થસ્થાનમાં રાગ-દ્વેષ ન સેવાય એવા ઉપયેગ રાખવા, ( કાર્તિકી પૂનમે માનવ મહાસાગરનાં-જૈન સંઘનાં દર્શન કરી, ઘેાડા દિવસો બાદ તે પુન: મહેસાણા આવ્યા. અનુભવ અને આરાગ્ય બને તેઓએ મેળવ્યાં હતાં. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy