SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઢતે પરિણામે ૧૩૩ પ્રથમ શ્રી શાંતિનાથનાં દર્શન છે, તે શુકલ ધ્યાનની શક્તિ જાણવી. આત્માની શુદ્ધ પરિણતી તે ચક્રેશ્વરી દેવી જાણવાં. શ્રી આદીશ્વર ભગવાન તે આત્માની પ્રથમ કેવળજ્ઞાનદશાનું પ્રાકટય છે, જે પ્રાકટય પ્રથમ આદિરૂ૫ આત્માનું થયું તે જાણવું.” - બહેચરદાસ વિસામા, જળકુંડ અને ગિરિશિખરોને પોતાની આધ્યાત્મિક દૃષ્ટિથી જોતા જોતા યાત્રા કરતા, અને જે ઉછરંગ પિતાના આત્મામાં આવતો, તેવા ઉછરંગથી સ્તવને રચી પ્રભુસ્તુતિ કરતા. કેટલીક વાર તો એવી મસ્ત દશા જામી જતી કે મિત્રને તેમને ઢંઢેળીને જગાડવા પડતા, અને એ વેળા નીચે ઊતરવું પણ એમને અળખામણું બની જતું. આવી આધ્યાત્મિક સૃષ્ટિમાં વિહરતા બહેચરદાસની દૃષ્ટિ દુન્યવી બાબતોથી જરા પણ બેખબર નહોતી. તેઓ જોતા કે ધર્મશાળાના મુનિમો કેવી રીતે યાત્રાળુઓને લુટે છે. બહારના જનો કરતાં સ્થાનિક જનો કેવા અ૯૫ ભાવભકિતવાળા છે ! ટોળીઓના નામે ઝગડા ચાલે છે. મુહપત્તી બાંધનાર--ન બાંધનારના ભેદ પણ અહીં છે. વળી લાડવા ખાવાની બુધિથી પણ યાત્રા કરનારા ઘણા દેખાતા. તેમ જ સાધુ-સાધ્વીઓના મેટા મેટા સમુદાય અહીં પડયા પાથર્યા રહી, કેવી રીતે ટીકાને પાત્ર બને છે, તે પણ તે જતા. છતાં તેનાથી તેઓ અશ્રદ્ધા ન પામતા. વિશુદ્ધ રહેવા ઈચ્છનારને અશુદ્ધિ કાંઈ કરી શકતી નથી. માણસ પિતાની દૃષ્ટિ સ્વચ્છ રાખે તો તેની મનઃસૃષ્ટિ અસ્વચ્છ થવાને લેશ પણ સંભવ નથી. તેઓ આ પ્રસંગે નવીન જ વિચારશ્રેણી ધરાવતા. - આ બીજાના દોષ જેવાથી, નિંદા કે ટીકા કરવા-સાંભળવાથી આત્માની શુદ્ધિને બદલે અશુધિ થાય છે. પોતાના કરતાં ત્યાગી સાધુઓ કરોડો દરજજે શ્રેષ્ઠ છે. તેમની ટીકા કરવી સહેલી છે, પણ તેમના જેટલો ત્યાગ કરવો કેટલો બધો મુશ્કેલ છે. Kહજારો દોષો છતાં કોઈનામાં એક ગુણ હોય, તો ફકત એ એક ગુણને પ્રેમ ધારણ કરવો. આત્માની સાથે મહાદિ કર્મો તો લાગેલાં જ છે–તે તો દૂર થયેલાં નથી, અને બીજાઓની ટીકા-નિંદા કરવાં એ તો ખરેખર કર્મના જ્ઞાન વિનાનું અજ્ઞાન દશાનું વર્તન છે. “ પાલતાણા તથા અમદાવાદમાં પ્રાય: સાધુ-સાધ્વીનાં ચોમાં સાં થતાં હોવાથી કેટલાક જનો કહેતા કે સાધુ-સાવીઓનું પાલીતાણ પિયર ને અમદાવાદ સાસરું' છે. પણ એ સમજવું જોઈએ કે જ્યાં સાધુઓ પર વિશેષ ભકિત હોય, અને જ્યાં લેકે વિશેષ લાભ લેતા હોય, વળી જ્યાં અભ્યાસ, રહે. વાનો તથા દવા વગેરેની વિશેષ સગવડ હોય, ત્યાં સ્વાભાવિક જ સાધુઓ વિશેષ રહે......” પાલીતાણામાં કેટલીક વાર ધર્મક્રિયાઓ કીર્તિ, પ્રતિષ્ઠા, કે જાહેરાત માટે થતી જોવાતી. કેટલાક દેહસુખ ને સાંસારિક સુખ માટે પણ કરતા. આ રીતે ધર્મક્રિયા કઈ કરે તે તેમને ગમતી નહીં, છતાં તેઓ તેમની ટીકા પણ ન કરતા, બલકે મનમાં વિચારતા, કે – : ૬ તે બિચારાઓ જેમ જેમ આગળ વધશે તેમ તેમ કીતિ આદિ દેજે થી મુકત થશે. કોઈ પણ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy