SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેસાણા પાઠશાળામાં ૧૦૭ કરતો, વિદ્વાન મુનિરાજ રાગરાગણીની છટા દાખવતા. આગેવાન જૈન શેઠ નરઘાં કે નગારા પર કમાલ કરી બતાવતા. કાંસી-મંજિરાના કલાવિદો એક વાર ગગનના ગભારાને ઝંકારથી ગુંજ કરી દેતા. આજનાં નાટકી ગાયને કરતાં એમાં વધુ તત્વાર્થ ને જીવન હતું. આજની નીરસતા કરતાં ત્યારનું રસઝરણ અદ્દભુત હતું. - આ રસઝરણને સર્વ સ્થળે વહેવડાવવા માટે દરેક નગરના કુશળ કળાવિ પિતાની મંડળીઓ ખડી કરતા. એ મંડળીઓ “ટેળી'ના નામે ઓળખાતી. વિ. સં. ૧૯૫૦ થી ૧૯૫૪ સુધીમાં ગુજરાતનાં મેટાં મોટાં નગરોમાં આવી ટેળીઓ રચાઈ હતી. મહેસાણામાં પણ બે ટાળીઓ રચાઈ હતી, જેમાં એક “ભાવપ્રકાશક ટેળીને નામે જાણીતી હતી, ને તેના આગેવાન મુળચંદભાઈ હરગોવિંદ હતા. બીજી ટોળીનું નેતૃત્વ નગીનદાસ બાપાલાલ નામના સંગીત કલાકુશળ ગૃહસ્થના હાથમાં હતું. બહેચરદાસે આ બંને ટેળીનો લાભ લેવા માંડો, ને પ્રસંગ પડયે પિતાના સહજ કવિત્વનો લાભ તેમને આપવા માંડ મહેસાણાના શ્રદ્ધા અને સેવાભાવભર્યા જીવનની મોહની એ વેળા ઘણાને સ્પર્શી જતી. મહેસાણાના મહાજનની સક્રિયતા ને સેવાભાવ ઘણુય મુનિવરોને-મુમુક્ષુઓને આકર્ષ લાવતે. પેવા આકર્ષણે આવેલા પંજાબી તરીકે પ્રખ્યાત મુનિરાજ શ્રી દાનવિજયજીને એક વિચાર ઊગ્યો. ગૃહસ્થના બાળકો માટે પ્રાથમિક અધ્યયન માટે શાળા હોય, માધ્યમિક માટે શાળાઓ ને કલેજે હોય, ને ઉરચ વિદ્યાભ્યાસ માટે સ્કોલરશીપ ને યુનિવસીટીઓ હોય તે સાધુઓને ઉચાભ્યાસ માટે શા કાજે એક સંસ્થા ન હોય! શા માટે એ સંસ્કૃત ને પ્રાકૃતમાં અખંડ વાગધારા વહાવતા વિદ્વાન વાદી ન હોય ? ” આ વિચારના ધારક મુનિરાજ એમની વાદશક્તિ, અવિચ્છિન્ન વાગધારા ને પ્રતાપી વ્યક્તિત્વ માટે પ્રખ્યાત હતા. એમણે મહેસાણુ જેવું ફલપ ક્ષેત્ર જોયું. રવિસાગરજી જેવા મહાત્મા જોયા, ને પોતાના વિચારો રજૂ કર્યા. રવિસાગરજી મહારાજ તે શુભના ચાહક હતા. એમણે એ યેજના વધાવી લીધી, ને મહેસાણાના શ્રીસંઘ સમક્ષ મૂકી. શ્રીસંઘ સામર્થ્યવાન હતો. એણે પિતાને આંગણે આ જ્ઞાનની પરબ મંડાય તેમાં પિતાની પ્રતિષ્ઠા નીરખી. આજની જેમ એમાં ઝગડા ન જાગ્યા, મતભેદ ન થયા. શેઠ વેણીચંદભાઈએ શ્રી. સંઘની આજ્ઞાથી એનું સુકાન સંભાળી લીધું. ભારતવર્ષમાં વિહરતા સાધુએને તેઓએ પત્ર લખી, આ પાઠશાળાને લાભ લેવા આમંત્રણ આપ્યું. કેટલાએક પત્રો લખવાનું સદ્ભાગ્ય માસ્તર બહેચરદાસને પણ મળ્યું. અને ઉત્કૃષ્ટ સાધુતાના ધારક મુનિઓને એક પ્રવાહ મહેસાણા તરફ વળે. પ્રતાપી મુનિવર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય શ્રી. ધર્મવિજયજી પોતાના બે શિષ્ય-શ્રી. હેતવિજયજી ને શ્રી કાંતિવિજયજી સાથે ત્યાં પધાર્યા. બોરસદ ભણીથી શ્રી. સિધિવિજયજી પણ શ્રી. કાંતિવિજ્યજી તથા શ્રી. પ્રમોદવિજ્યજી સાથે પધાર્યા. મુનિરાજ શ્રી અધિવિજયજી પણ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy