SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિક આચાર્ય રહેતા ત્યારે આ મહાજન સહુનું મા-બાપ બની સેવા કરતું. પરબડીઓમાં એ જાર નાખતું, ગરીબના ઘરમાં એના નામના દાણા પુરાતા. નષ્ટ થતી તેજસ્વી મહાજન સંસ્થાના છેડા ઝગારા મહેસાણા મહાજન એ વેળા બતાવતું. એ વેળા નગરશેઠ તરીકે શેઠ વસ્તારામ હતા. વસ્તારામ દીર્ઘદશી, ગંભીર ને શ્રદ્ધાવાન પુરુષ હતા. અઢારે વણની શ્રધા એમના પર હતી. વીશા શ્રીમાળી જેમાં પુરુષોત્તમ પંકાતા હતાપોરવાડ જનેમાં શેઠ ડાહ્યાભાઈ તથા બીજા પટવા શેઠ હતા. દોશી નાગરભાઈ બારવ્રતધારી શ્રાવક હતા, જેમને બહેચરદાસ સાથે ગાઢ પરિચય હતા. - શ્રી. યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપન કરવામાં ખાસ આગેવાન તરીકે શેઠ વીરચંદ સુરચંદ હતા. સુરચંદભાઈ શ્રઢાવંત, ગુણી, સરળ અને આરાધક હતા, પણ વેણુચંદભાઈ સરખા જેને આધુનિક કાળમાં ઓછા થવાના છે. અલબત્ત, એમની કાર્યપ્રણાલિકા વિષે આજના યુગના નવવિચારકે ભલે મતભેદ ધરાવે, પણ એમની સેવાભાવના, નિઃસ્વાર્થ કર્મચાગ માટે બે મત છે જ નહીં. તેઓ બે ત્રણ ચોપડી ભણી મુંબઈ વેપારાર્થે ગયા હતા, તેવામાં પત્નીને સ્વર્ગવાસ થતાં તેઓને અત્યંત દુઃખ થયું. ફરી વાર લગ્નના કહેણ છતાં વિધુર રહી તેઓ ધર્મ અને સમાજસેવામાં પડયા. તીર્થોમાં પર્યટન, સાધુસેવા, સામાયિક પ્રતિક્રમણ પૌષધાદિમાં તેઓ રસ લેવા લાગ્યા. જૈન શ્વેતાંબરી પ્રતિમાઓને ચક્ષુટીકા એડવાના કામમાં તેઓએ ખૂબ ભેગ આપ્યો હતો. મહેસાણાના આ બધા સેવાભાવી, ઉદાર ને શ્રીમંત જૈન આગેવાનોના કારણે અમલદારો પણ પ્રજા પ્રત્યે સદ્ભાવ રાખતા. આમાં જોગાનુજોગ મુનિપુંગવ શ્રી. રવિસાગરજી મહારાજની વિ. સં. ૧૯૪૮ થી અહીં સ્થિરતા થવાથ સંઘને સારો વેગ મળે. રવિસાગરજી મહારાજની સાધુતાએ સમાજને તરત આકષી લીધે, તેમાં જેનો ઉપરાંત વૈષ્ણવ વગેરે હિંદુઓ પણ હતા. કોઈ પણ તકરારમાં મહારાજશ્રીને ચુકાદો સર્વમાન્ય થતો. શ્રી. રવિસાગરજી મહારાજે મહેસાણાને અગ્રેસર બનાવવા ઘણું કર્યું. દેરાસરની રક્ષા માટે એક સુધારા ખાતું ખોલ્યું, ને તેમાં શેઠ ઘેલાભાઈ કરમચંદ, શેઠ ચુનીલાલ પોરવાડ, પટવા રવિકરણ, શ્રી. સુરચંદ મેતીચંદ, શ્રી. હરગેવન મગનલાલ જેવાને કમિટિમાં આગેવાન બનાવ્યા. આ કમિટિએ ઘણું સારું કામ કરી બતાવ્યું. મહારાજશ્રીના ઉપદેશથી ‘ વીરચંદ કરમચંદની જૈન ધર્મશાળા ” બંધાઈ. દેરાસરની પૂજા, ઉત્સવ વગેરેમાં નવો પ્રાણ પૂર્યો. જીવન જીવવાનો રસ સુકાઈ ન જાય, ભવની સ્થિતિ સહરાના રણ જેવી સૂકી ન બની જાય; છતાં નીતિનો મર્મ ન ચુકાય એ માટે જાયેલા પૂજા–ઉત્સવને મહિમા આજે ભુલાય છે. પ્રગતિવાદને એ સંગીતમાં, એ રાગરાગણીમાં ને એ ઝાંઝપખાજમાં સંસ્કૃતિની શરમ લાગે છે, પણ એક કાળે એમ નહોતું. આજે જેમ ભાડૂતી ગવૈયા, પગારદાર પૂજારીઓ ને લાલચથી આણેલા શ્રોતાઓ એ મહારસના ઝરણને દૂષિત કરે છે, એમ ત્યારે નહોતું. વિદ્વાન સાધુઓ, શ્રીમંત આગેવાનો ને આબાલવૃદ્ધ સહુ તેમાં રસ લેતાં. પચાસ વર્ષને પુરુષ નૃત્ય For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy