SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંથનનાં નવનીત ચિત ને આનંદમય બની એ દીવાદાંડી સમ બિરાજે છે. કહેતો નથી છતાં એનું ચિત્ર બોલે છે, આનંદમય ઈશ્વરત્વ મેળવવું હોય તો અમારે માગ લે ! અમારાં વચને યાદ કરે ! કર્મનું કાળચક બહુ જ નિયમિત રહે છે. પ્રાર્થના, ઉપાસના ને પ્રાયશ્ચિત અલબત્ત એમાં ભાગ ભજવે છે, પણ ઈશ્વરને જગતપિતા સમજી, એની ખુશામતને જ જીવનધ્યેય સમજી જીવનમાં અપવિત્રતા ચલાવી લેનારાઓને જાણે આ રીતે એક સારે બોધપાઠ મળતો હતો. એક જ કામ માટે ઈકવર અને કર્મ બંનેને સંયોજિત કરવાને બદલે, રાગદ્વેષથી વિમુક્ત થનાર , ઈચ્છા માત્રનો નાશ કરી પરમપદ પામનાર ઈવરને જગતનિર્માણના કાર્યમાં પાડ તે લેશ પણ ઉચિત નથી. ને કાર્ય કરનારને કારણ હોવું જ ઘટે, કારણ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવતી નથી, અને કારણ શોધવા જતાં પ્રભુને પ્રભુતાથી જાણે હાથ ધોવા પડે છે. ઉપરટપકે વિચાર કરતાં અગ્ય લાગતી આ ફિલસૂફીના ઊંડાણમાં બહેચરદાસ ઉતરતા ચાલ્યા, અને એ ઊંડાણે એમને જેનો આ ફિલસૂફીને સત્ય લેખી. આ મહાન ફિલસૂફીને કારણે “નાસ્તિકતા ”નું આપાતપ્રતીત બિરુદ વહેરી લેનાર જૈનતત્વ ખરેખર આસ્તિકતાની પરમ સીમા પર ઊભેલું લાગ્યું. માસ્તર બહેચરદાસે આ અંગે એક કવિતા રચી, ને એમાં પોતાના મનભાવ પ્રકટ કર્યા. જગતકતૃત્વ બાબતનો નિર્ણય થતાંની સાથે તેમનું આત્મદેન્ય સરી જતું લાગ્યું. જીવનમાં ઘર કરી ગયેલ પરાવલંબન નષ્ટ થતું લાગ્યું, ને આ શરીરરૂપ મંદિરમાં રહેલા આત્મા એ જ પરમાત્મા એવી ભાવના પ્રગટ થઈ. મારે પ્રભુ મારી પાસે. હું પોતે જ સત, ચિતને આનંદમય-હું પિતે જ જ્ઞાન, દર્શન ને ચારિત્રમય ! અને મારા જીવનનું એક માત્ર ધ્યેય તે, કમ આવરણથી રાંક બનેલ આત્માર્ની દિવ્ય જ્યોતિ પ્રગટાવવી. પરમાત્મસ્વરૂપ પેદા કરવું એ જ જીવનનું મુખ્ય ધ્યેય, ને બાકીની બધી બાબતો સાધનરૂપ. ક્રોધ, માન, માયા, લોભ, કામ, મોહ, ઈચ્છા આદિ વાસનાઓ પર વિજય વરવો. જીવનભર વિશ્વશાળાના એક વિદ્યાથી બની રહેવું, અને વિદ્યાના અથીને નમ્રતા ધારણ કરવી. નમ્રતા સાથે વિદ્યાના અર્થને જીવનશુદ્ધિ પણ જરૂરી છે, ને જીવનશુદ્ધિ માટે અમુક નિયમનો પણ આવશ્યક છે. ગમે તે સુંદર બાગ લગાવ્યો હોય, પણ એક વાડ જ ન હોય તે? ગમે તે પળે-માળી ગમે તેટલે સાવધ હોય તો પણ, એકાદ બળવાન પશુ અંદર પ્રવેશ એને નષ્ટભ્રષ્ટ કરી શકે. નિયમનમાં માનનારી એ બુદ્ધિએ તે જ ઘડીએ આત્મવિકાસ માટે કેટલાક નિયમે વિચારી લીધા. હું ઉત્તમ જૈન બનીશ.” “ઉત્તમ જૈનપણું જાણવા જૈનશાસ્ત્ર નું અધ્યયન કરીશ. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy