SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬ ચેાગનિષ્ઠ આચાય કર્યું. સુંદર સ્વર ને સ્પષ્ટ અર્થ સાથે ચંદ રાજાના રાસ વાંચવે શરૂ કર્યાં. વાર્તાધન હુ મેશાં સાજનિક ધન છે. એ ધન પર કેાઈ ધમના કે સપ્રદાયના પ્રતિખંધ પડતા નથી. ગામના વૃદ્ધ શ્રાવકે નિયમિત હાજરી પુરાવતા-એ ઉપરાંત કણબી, મીર, બ્રાહ્મણ, પટેલ વગેરે પણ આ રસભરી કથા સાંભળવા આવવા લાગ્યા, અને એક વાર આસ્વાદ લીધા પછી માનવી નિઃસ’કાચ બનો એના રસ માણી શકે છે. ક્રમશઃ જુદા જુદા રાસાઓ વાંચવા લાગ્યા. ઉપાશ્રયના મધ્યાહ્નકાલ એ રીતે ભકિતરસથી ભર્યા સુખરિત થઇ ઊઠતા, સાથે ભક્તહૃદયવાળા માસ્તરને પણ ગામમાં પ્રિય ને પ્રેમાદરને પાત્ર બનાવતા હતા. આ તે થયું શિક્ષણકાર્ય પણ જ્ઞાનભૂખ્યા આ આત્માએ પેાતાની વિદ્યાવૃદ્ધિ માટે જ આ દિશા સ્વીકારી હતી. પેટપેાષણ માટેની આ વૃત્તિ નહેાતી, એટલે તેમણે સવાર ને ખપેારના કાળ સિવાય અન્ય કાળમાં પેાતાના અભ્યાસ, ચિંતન ને સ્વાધ્યાય વિકસાવવા માંડયા. સંગ્રહણી, ક્ષેત્રસમાસ, વૈરાગ્ય પ્રકરણેાના અભ્યાસ શરૂ કર્યાં. સમર્થ આચાર્ય શ્રી વિજયાન’દસૂરીજી ( પૂ. આત્મારિરામજી મહારાજ )ના ગ્રંથા આ વખતે તેમના વાંચવામાં આવ્યા, ને તેમાંની ફિલસૂફી ને ચર્ચાએ એમના ચિત્તની વિચારણાને ઠીક વેગ આપ્યા, સાધુ-મુનિઓના સત્સંગ પણ ચાલુ જ હતા. અલબત્ત, બધા જ સાધુઓના પરિચય એમને શ્રેયસ્સાધક નહેાતા લાગ્યા, પણ તે તે હુંસ-ક્ષીરન્યાયે સહુમાંથી સારતત્ત્વ ગ્રહણુ કરી લેતા. આ કાળ દરમ્યાન આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજીના શિષ્ય શ્રી વિનયવિજયજીના પરિચયમાં આવ્યા. ભદ્રિક, સરલ ને આત્માથી આ સાધુએ બહેચરદાસના હૃદયમાં સા ભાવ જગાડયા. મુનિ શ્રી જિતવિજયજી નામના સાધુરાજ વીજાપુર ચામાસુ રહેલા. આ મુનિ ક્રિયાભિરુચિવાળા ને ત્યાગી હતા. બહેચરદાસે એમને પેાતાના ગુરુ શ્રી રવિસાગરજી મહા રાજથી બીજે ન’ખરે ક્રિયામાં સ્થાપ્યા. શ્રી જિતવિજયજી સાથે તેમના એ શિષ્યા, મુનિ શ્રી વીરવિજયજી ને મુનિ શ્રી હીરવિજયજી હતા. ખીજા એ સૂરતી સાધુએના પરિચયમાં પણ તેઓ આવ્યા. તેઓનાં નામ શ્રી સિદ્ધિમુનિજી ને શ્રી રગવિજયજી, આ સાધુએ તેમને આત્માથી ભાષ્યા. આ બને ગાયને સ્તવના રચતા. એક બળદેવિગિર નામના વૈરાગી સાથે પણ તેમને પરિચય થયેલા, પણ એ ક્ષણજીવી નિવડયેા. વાચન, ચિંતન ને મનનના મળે તેએ જૈનધમાંનાં તત્ત્વની ઊ'ડી અવગાહનામાં ઊતરતા ચાલ્યા. જે પ્રભુદર્શનની પ્યાસથી તેમણે પ્રવાસ શરૂ કરેલા, એ પ્યાસ કેવા જુદા ભાવમાં પરિવર્તિત થતી ગઇ, તે આપણે આગળ જોયુ. હજીય તેમનું નિર્માંળ મન ઇશ્વર અને તેના સ્વરૂપ વિષે ચકાસણી કરી રહ્યું હતું. ઇશ્વરનું જગતકર્તાપણું નષ્ટ થવાથી અલબત્ત, તેમના મનેામંદિરમાં બિરાજી રહેલ છમી ઝાંખી નહેાતી પડી, એમનું મન નાસ્તિકતા તરફ નહેાતું વળ્યું, અલ્કે જેમ જેમ સ્વાધ્યાય ને સતત ચિંતન વધતાં ગયાં તેમ તેમ તેમને લાગ્યું” કે જગતકતૃત્વથી વિભિન્ન થયેલી છબી ઔર તેજથી ઝળહળી રહેલી છે. એને ન અવતાર લેવાની ચિંતા છે, ન કાઇના ન્યાયાધીશ કે કેાઇના માતાપિતા થવાની ખટપટ છે! જેવું જે કરે તેવું તે પામે, એ સૂત્રમાં જાણે એને ખાટા ઉદાર થવાની કે પક્ષપાતી થવાની આવશ્યકતા નથી. સત, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy