SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પથ-નિર્માણ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ બહેચરદાસના નિશ્ચયવૃક્ષને જલદી ફળ આવતાં હતાં, પણ ધરતીના આ ખેડૂનુ માયાળુ હૃદય વિજાપુર છેાડતાં આંચકા અનુભવવા લાગ્યું. આ આરાધ્ય બનેલી દેવકુલિકાઓ, પ્રાથનાના ખેલથી ગુંજાવી દીધેલા જિનપ્રાસાદો, મહેાબ્બતના લાંબા હાચ્ પ્રસારતા મસ્જિઢોના મિનારા, રમતનાં ને વિશ્રામનાં સ્થાનસમાં શિવાલયેા છેડતાં કઈ અવર્ણનીય દુઃખ થવા લાગ્યું. આ પ્રયાણ સથે હતું. ડાહ્યો દીકરા દેશાવર ખેડે, એ કાળજૂની ઉકિત હતી, ને આજોલ ને વીજાપુર વચ્ચેનુ' અંતર લાંબુ નહેાતુ; છતાંય આલ ને વીજાપુર વચ્ચેનું ટૂંકું અંતર પણ વિરહવેદના પ્રગટાવતું હતું. આ ટીંબે ટીંબે, જ્યાં ભમ્યા હતા, આ જનમèામનુ ઢેકું ઢેકું જેણે એને પ્રાણ આપ્યા હતેા; આ વાડી, આ તરુવૃંદ, આ ઘરબાર ! આ સ્વજનસંબધી ! આ મિત્ર પરિવાર ! અરે, પિતા સમાન નથ્થુભાઈ ને માતા સમાન જડાવકાકી ! મમતાના એ મહાસાગરા સંસારમાં ખેળ્યાં ક્યાં મળે તેમ હતા ? છતાંય એ તજીને જવાનું હતું. બધી તૈયારીઓ થવા લાગી. સ્વજને હરખાતાં હતાં. માતાપિતાને પુત્ર કમાવા જાય છે, એનેા સતાષ હતા. નથુભાઇને બહેચર પેાતાના નિર્ધારિત પથે જતા હતા, એના આત્મસાષ હતા. આ બધામાં અસંતોષી હતી માત્ર એક નારી! એને બહેચરને આમ જતા જોઇ આછું આછું આવી જતું. એનાં સ્વપ્નાં તે એર હતાં. આવે શાણા છેાકરા પરણે, ઘર માંડે, ગૃહસ્થાશ્રમ ચલાવે, વેપાર કરે ! સમાજનાં બીજા છેકરાં કરતાં એ કઈ વાતે ઊતરતા હતા ? આ બધું મૂકી આજ એ પરગામ ધાર્મિક માસ્તર અનીને જતા હતા. હાથે રાંધશે, હાથે ધેારણે, આંખમાથું દુ:ખશે તેા કેણુ એની ખબર પૂછશે ? એ વાત્સલ્યઘેલી નારી ઇચ્છતી હતી, કે ઈનકાર ભણી દેવાય. પણ રે ! સ'સારની આવી સમર્પણુશીલા કેટલીય સ્ત્રીઓની આકાંક્ષા સદા અધૂરી જ રહી છે. માતાથી પણ અધિકી જડાવકાકીએ અનિચ્છાએ બહેચરદાસના પ્રયાણની તૈયારીઓ કરવા માંડી. પંડિત રવિશંકરના ભાઇ જાની મગનલાલ લક્ષ્મીશંકરે મુહૂત કાઢી આપ્યુ. પ્રયાણુને એ દિવસ બાકી રહ્યા એટલે બહેચરદાસે પેાતાના સામતીએને, સહાધ્યાયીઓને મળી લેવાનુ કાર્ય આરંભ્યુ. પેાતાનાં પાળેલાં પશુઓ, પાતાના ઘરનાં મળદ ને ભેંસ સાથે વહાલ કરી લીધું. પેાતે રાપેલાં વૃક્ષોની છાયામાં એક વાર જઇ બેસી આવ્યા. For Private And Personal Use Only છેલ્લે છેલ્લે માતાપિતાનાં ચરણામાં નમસ્કાર કર્યાં. પુત્રને વિદાય આપતાં એ ભેળાં જનાનાં નૈનાં અશ્રુથી ભરાઈ ગયાં. પરમ ઉપકારી દેાશી નથુભાઈ ને જડાવકાકીને ચરણે પડયા. જડાવકાકી, વીજીબહેન ને નાનીબહેને કપાળમાં ચાંલ્લા કર્યાં, ને બે હાથ જોડી બહેચરદાસે જનમભામને પ્રાથૅના કરો લીધી. “ માતા, તારા ઉપકાર કદી ભૂલીશ નહી. જન્મજન્માંતરની તૃષા ન જાણે મને કયાં ખે`ચી જાય છે. ઉજળે માંએ આશિષ આપજે ! તારા જય થા માતા ! ” જન્મભૂમિને નમસ્કાર કરી, મનમાં નવકાર મંત્ર ગણી બહેચરદાસે પગ ઉપાડયા. ડમણિયામાં બેસીને વિદાય લીધી.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy