SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતક બહેચરદાસ ઉર્દુ શીખવું શરૂ કર્યું. મરાઠી અધ્યયન પણ ચાલુ કર્યું. ઈગ્લીશમાં પણ ખાનગીમાં બે રીડરો પૂરી કરી નાખી. સાથે હિન્દ અને પૃથ્વીના ઈતિહાસ, ભૂગોળો ને ગણિત વગેરે નું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. સંસકૃતનું અધ્યયન ચાલુ જ હતું. સાથે ધાર્મિક અભ્યાસમાં પણ સારો વેગ દેખાતે હતો. પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, અનેક સ્તવન-સઝાય તો કયારનાં મુખપાઠ થઈ ગયાં હતાં, ને સિંદૂર પ્રકરણ, શનિસ્તુતિ, વિચાર, નવવરૂ, ને દંડક પણ પૂરાં થઈ રહ્યાં હતાં. જેન તત્ત્વને જૈનશાસ્ત્રોની ઊંડી અવગાહના થઈ રહી હતી. ચિંતકને સામાન્ય સહજ એવી લેખનપ્રવૃત્તિ પશુ ચાલુ જ હતી. ઓગણીસ વર્ષના એ અદમ્ય ઉત્સાહી જુવાનની વિવિધ વિચારસરણીઓ જાણવા જેવી છે. સાર્વજનિક જ્ઞાનની ઓછપવાળા એ યુગમાં, સંવત ૧૯૪ત્માં લખાયેલે તેમને એક નિબંધ હાથ લાગે છે, ત્યારે એ મેધાવીની મેધાના અજબ ચમકારા આપણને આંજી દે છે. આર્યાવર્તાના પ્રતાપી બર્ય સામ્રાજ્યના અધઃપતનની આલોચના કરતાં તેઓ લખે છેઃ “હિન્દુસ્તાનમાંથી હિંદુઓનું રાજ ગયું. તેમાં રાજપૂત રાજાઓને કુસંપ, પરસ્પર છેષભાવ તથા હિન્દુસ્તાનના રાજાઓને ઈતિહાસનું ખરેખરું જ્ઞાન ન હતું, તેમ જ તેઓ રાજકીય નીતિશિક્ષણથી પણ અજ્ઞ હતા; તે કારણ મુખ્ય છે. પરદેશીઓની સવારી આવતી હતી, ત્યારે રાજાઓ પરસ્પર એકબીજાને સહાય કરવાને બદલે એકબીજાનું દતા હતા.” આ પછી પૃથ્વીરાજ અને જયચંદનાં દૃષ્ટાંત આપતાં આગળ તેઓ એ કાળની નીતિ શિથિલતા વર્ણવતાં લખે છેઃ “ગુજરાતના ભેળા ભીમદેવે પણ આબુના રાજાની કુંવરી સાથે લગ્ન કરવાની અયોગ્ય ઈચ્છા કરીને લડાઈ આરંભી. ગુજરાતના બળ પર કુહાડે માર્યો. કરણઘેલાએ વ્યભિચારના પાપથી ગૂજરાતનું રાજ ખોયું. અનીતિથી રાજ્ય વગેરે સર્વને નાશ થાય છે. દક્ષિણના રાજાઓ પણ અતિહાસિક જ્ઞાનવાળા નહોતા. હિન્દુઓમાં મુસલમાનોની પેઠે ધર્મનો જુસ્સો રહ્યો નહોતો. હિન્દુ રાજા સિન્યને યુધ્ધની વ્યવસ્થિત તાલીમ આપતા નહોતા.” હિન્દુ રાજાઓના પક્ષની અશક્તિ દર્શાવી તેઓ સામા પક્ષનું નિરીક્ષણ માર્મિકતાથી કરે છે. “મુસલમાન બાદશાહોએ ધર્મના જુસ્સાથી હિન્દુસ્તાન લીધું. હિન્દુ દેવળો તોડયાં. ધર્મશાસ્ત્ર બાળ્યાં, હિન્દુ રમણીઓ પર અત્યાચાર કર્યા અને હિન્દુ કુમારિકાઓને જોરજુલમથી પિતાની બીબીએ બનાવી જનાનખાનામાં બેસાડી.” અને તેઓ આ બધી વટાળ પ્રવૃત્તિનું પરિણામ દાખવતાં એક વિવેચકની છટા દાખવે છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy