SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ કઈ તૃપ્તિ ન હતી. એનું દિલ વિસંવાદ અનુભવતું હતું. એને મહામંથન અનુભવતા હતે. “સંસાર સ્વીકારું કે સાધુત્વ ? સાધુત્વ એ જ સાચો રાહ છે.” એના સાક્ષાત્કાર માટે આત્માની ઓળખ એજ એક માર્ગ છે, તે પછી મારી કૌટુંબિક જવાબદારીનું શું? માતપિતાનું મારા ઉપર ઋણ છે. એનું શું ? શું આ જિંદગીને બે ચાર માણસોની સરભરામાં ખર્ચી નાખું ? જીવનની શું સાર્થકતા એમાં જ છે ? કર્તવ્ય એમાં જ સમાપ્ત થઈ જાય છે? તે પછી મારું આ જ્ઞાન શું કામનું? આત્માની આ ઝીણી ચર્ચા ને અભ્યાસ શા કામને ? કર્મનું આ. પીંજણ આટલા વરસ સુધી કર્યું તે શું એક સ્ત્રીને પરણીને સંસાર માંડવા માટે ? ભણવું, કમાવું, સંસાર માંડવે, એમાં જ શું જીવનની ઈતિશ્રી કરી દેવી ? સમાજ પ્રત્યે મારી કંઈ જ ફરજ નહિ ? એનું મારા માથે શું જરાય પણ નથી ? જે ધમેં મારા જીવનને સંસ્કારી બનાવ્યું. જે ધમે મને જીવન જોવાની અને જીવવાની સાચી નિર્મળ આંખ આપી, એ ધર્મ માટે શું મારી કોઈ જ ફરજ નથી? સંસાર એને જરૂર ખેંચતા હતા, પરંતુ એના ઉપગની એને લાલસા ન હતી, એનું અન્તર તે For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy