SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ જેથી વધુ શક્તિ ગુણજ્ઞાન, તેતે પવિત્ર જાણે સ્નાન, દેહ સ્નાનથી દેહમલ ક્ષય; દેહ પવિત્ર સુહાવે; નદી કુંડ સરવર આદિ જલ, નહાતાં સ્મૃતિ આવે.–જેથી. ૧ અનેક પ્રકારે રાખ સ્નાનથી, અનેક રોગો જાવે; સૂર્યતાપના સ્નાનપ્રતાપે, પાછી શક્તિ આવે-જેથી. ૨ અનેક ચર્ણ સુગંધી દ્રવ્ય, સ્નાન કરે તનકાન્તિ; તૈલાદિક મર્દનથી શક્તિ, રહે તનમાં શાન્તિ–જેથી. ૩ પવિત્ર વદવું વાચા સ્નાન જ, જૂઠમલ ક્ષય થાવે, સાચા સર્વ પવિત્ર વિચારે, મનનું સ્નાન સુહાવે–જેથી ૪ આત્મ જ્ઞાન ઉપગે રમવું, ચિદાનંદની વ્યકિત; આત્મસ્નાન સહુ સ્નામાં મોટુ, ટાળે સર્વ અશક્તિ –જેથી. ૫ બાહુબળની વૃદ્ધિ કરવી, દાન સુપાત્રે દેવું. બાહુનું તે ભાવરનાન છે, જ્ઞાને સમજી લેવું.–જેથી. ૬ શુભમાં વાપરવા બે હસ્ત, ધમના રક્ષણમાટે; કાયાદિનું રક્ષણ હસ્તે, કરવું વાટે ઘાટે–જેથી. ૭ કાનથકી સાચું સાંભળવું, નિંદા નહિ સાંભળવી, શ્રવણ સ્નાન તે સાચું જાણે, સગુણ વૃત્તિ ધરવી. –જેથી. ૮ ધર્મ શાસ્ત્ર ગુરૂ મુખથી સુણવાં, કર્ણસ્નાન ભલે દેવ ગુરૂસંતનાં દર્શન, ચક્ષુરનાન અનેરૂં.-જેથી. ૯ પવિત્ર શાસ્ત્રોનું શુભ વાંચન, શુભ નિરિક્ષણ કરવું; કામાદિક વધે જેનાથી, દર્શન તે પરિહરવું–જેથી. ૦૧ કામાદિકકારક દશ્યોથી, નેત્રો પાછાં હઠાવો એવું ચક્ષુ: સ્નાન કરીને, ચક્ષુઃસંયમ પા –જેથી. ૧૧ અશુભ શુભ ગધેમાં નાસા, સમભાવે વાપરવી; શુભાશુભ વૃત્તિને ત્યજવી, સત્ય દશા આચરવી – જેથી. ૧૨ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy