SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૪૭ કરી દેવું જમણ જમવા, નથી એમાં કદી સારું; બુરાં ખર્ચે ત્યજી દેવાં, શિખામણું માન એ સાચી. સદાની દુ:ખ દેનારી, કુટેવ જ જે પડે છેટી, ત્યાથી શાન્તિ છે સાચી, શિખામણ માન એ સાચી. ૭ કદી ગભરાઈ ના જાવું, વિપત્તિ પડે ત્યારે ક્ષમા ધરવી સાથે, શિખામણ માન એ સાચી. તપાસી ચાલવું જ્યાં ત્યાં, પ્રમાદી ના થવું જ્યાં ત્યાં, સદા ઉપયોગમાં રહેવું, શિખામણ માન એ સાચી. બુરાથી ચેતતા રહેવું, વધે જ્યાં માન ત્યાં જાવું; પ્રસંગે બોલવું જોઈ, શિખામણ માન એ સાચી. વિચારી સંગતિ કરવી, મનુષ્યની અનુભવથી, બુદ્ધચબ્ધિ ધર્મ ધરવાને, શિખામણ માન એ સાચી. ૧૧ સંવત ૧૯૭૦ ના સુદિ ૧૦ મંગળવાર. St20 नथी ए चित्तमां गमतुं કવ્વાલિ. પ્રશંસા આપની કરવી, પ્રવૃત્તિ અન્ય નિન્દાની; વિરોધીનું બુરું વદવું, નથી એ ચિત્તજા ગમતું. કરી કાપટ્ય મનમાંહિ, બુરું કરવું વિધીનું નકામી હાજી હા કરવી, નથી એ ચિત્તમાં ગમતું. તડાકા મારવા જૂઠા, કરી વાત ગમે તેવી; નકામાં કર્મને કરવાં, નથી એ ચિત્તમાં ગમતું. વિવાદે પંડિતાઈના, કરીને કલેશની હેળી; અહંતા ચિત્તમાં ધરવી, નથી એ ચિત્તમાં ગમતું. કરીને દેષ પવવા, નકામે દંભ જે ધરે; નકામે ઠાઠ ધરવાનું, નથી એ ચિત્તમાં ગમતું. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy