SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩૭ के व्यापार दक्ष वणिक्. १९ વાણિયા વ્યાપારે હશિયાર, ખા ! વખતે ગમ નિર્ધાર. આગમબુદ્ધિ વાણિયો જગમાં, આપે શ્રેષ્ઠ સલાહ ગાંડે ઘણેલે પણ વાણિયે ડાહ્યો, આપે બુદ્ધિ ઉત્સાહ. વાણિયા. ૧ વાણિયા વણ અહો રાજ્ય રાવણનું, ગયું વિચારી વિચાર, જૈન વણિકે અક્કલમાં ચહાવા, પ્રધાનપદ ધરનાર. વાણિયા. ૨ દુ:ખી ગરીબને પાલક વાણિયા, ભૂખ્યાને આપે અનાજ; દયાવિષે તે વાણિયા પહેલા, રાખે વખત પર લાજ. વાણિયા. ૩ વાણિઓ ધન ખર્ચે વરઘોડે, જુવે ન પાછું લગાર; ડાહીના ગાંડા ને ગાંડીના ડાહ્યા, ધરે દયા આચાર. વાણિયા. ૪ શાહ નામ વાણીયાનું સાચું, મહાજન પદવી માન; જાણે સમયને વાણિયા સહેજે, કુદ્રતી એવું જ્ઞાન. વાણિયા. ૫ કાગડાને પણ વાણિયે છેતરે, ગંભીર દાવ સુજાણ; ધનને જીરવનારે વાણિ, શરાફીનું ઈમાન. વાણિયા. ૬ કીર્તિનું કોટડું ચણવામાં, વાણિયે છે તૈયાર હસી નમી પડી દાવ રચીને, કાર્ય સિદ્ધ કરનાર. વાણિયા. ૭ મનનું ધાર્યું જણાવતે ના, કાર્ય થતાં સમજાય; જાણે પણ ના મગનું નામ દે, ફેલી ઉંદરવત્ ખાય. વાણિયા. ૮ સલાહ સુલેહને સંગી વાણિયે, સર્વજીનો આધાર; દેશમાં દેલત વાણિયે લાવે, પરદેશ વ્યાપાર. વાણિયા. ૯ ખોડા ટેરાંની પાંજરાપોળે, સ્થાપે ગામેગામ; દયા ક્ષમાદિ અનેક ગુણનું, વાણિયે છે શુભ ધામ. વાણિયા, ૧૦ આચારે વ્યવહારે ઉત્તમ, દયા ધર્મ પર પાર; બુદ્ધિસાગર ગુણને દેખે, કરતે પાપકાર. વાણિયા, ૧૧ સંવત ૧૯૭૦ ના શ્રાવણ વદિ ૪ સોમવાર For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy