SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪). ભાવાર્થ–વાણીથી સજજન અને દુર્જન પરખાય છે. સજજન અમૃત સમાન મીઠા શબ્દ બોલે છે, અને દુર્જન નિન્દાના વચન બોલે છે. ખરાબ લવરી કરે છે, જૂઠી વિકથાઓ કરે છે, અન્યનું બૂરું કરવાનાં વચને કહે છે. સજજનના મુખમાંથી સારા ગુણેની વાસ નીકળે છે અને દુર્જનના મુખમાંથી નઠારાગુણેની વાસ નીકળે છે. વનમાં વસવું સારું પણ દુર્જનની સાથે વસવું ખરાબ છે. દુર્જનના વચન ઉપર જે વિશ્વાસ મૂક્યું તે જીવતાં મરેલે છે. માટે હે જીવ! તું સજજનતાને ધારણ કર, અને દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મને ફેગટ ન ગુમાવ. હે જીવ! તું ધર્મ કરીને મનુષ્ય જન્મ સફળ કર ! ! મનુષ્યજમમાં ધર્મસાધન કરવાની સર્વ સામગ્રીને તું પામ્યો છે. મન, વાણી અને કાયાથી ધર્મ થઈ શકે છે. ભવસાગરમાં તરવું તારા હાથમાં છે અને બડવું પણ તારા હાથમાં છે. માટે હે જીવ! તું મન વાણું અને કાયાથી ધર્મની આરાધના કર ! મેહની નિંદમાં ઉંઘી ન જા. અરે જીવ ! તું પ્રમાદેવશથી સંસારમાં ક્યાં પરિભ્રમણ કરે છે. જરા હૃદયમાં વિચાર કરી છે. એક ક્ષણ પણ પ્રમાદમાં ન ગાળ, અને જે પ્રમાદમાં ગાળીશ તો તારું ડહાપણ ધૂળમાં ભળી જશે. હે જીવ! તું પોતે પો. તાના મનમાં વિચાર ન કરીશ તો અન્ય ગુરૂઓ, સાધુ તને કરોડ ગણે ઉપદેશ આપશે તે તેની પણ તારા પર કંઈ અસર થશે નહિં. માટે તું પિતે જાતેજ હૃદયમાં વિચાર કર અને દુર્ગણોનો નાશ કર અને સગુણો પ્રગટ કર !! જ્યારે ત્યારે પણ કષાયોનો નાશ કર્યો વિના મુક્તિ થતી નથી. જૈન વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, હીંદુ મુસલમાન ખ્રીસ્તી ગમે તે ધર્મને જન હોય તે પણ દુર્ગુણ કષાયાના ત્યાગ વિના તેને મોક્ષ થતો નથી. આત્માનું સ્વરૂપ વિચારતાં આત્મા જ પિતે સર્વ પાપથી છૂટી શકે છે. જેવા મનના ઉત્કૃષ્ટ બૂરા પરિણામથી તે પાપ કર્યા છે, તેવાજ ઉત્કૃષ્ટ સારા પરિણામથી ધર્મની સાધના કરીશ તે પાપ કર્મ લાગેલાં ટળી જશે, અને આ ભવમાં પરભવમાં કરેલાં અનંતકર્મ છુટી જશે અને આમા તેજ પરમાત્મા બનશે. માટે હે ચેતન ! સર્વ મિથ્યા ભ્રમશુઓનો ત્યાગ કરીને જ્યારથી આ વાત સમજ્યો ત્યારથી ધર્મની For Private And Personal Use Only
SR No.008532
Book TitleAtmashikshabhavnaprakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages124
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy