SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir क्रियमाणेषु कार्येषु प्रतिक्षणं प्रभोः स्मृतिः । सोपयोगोऽस्ति विज्ञेयस्ततो मोहो न जायते ॥ ३५१॥ કરાતાં કાર્યોમાં પ્રતિક્ષણે પ્રભુની સ્મૃતિ, તે ઉપયોગ છે. જે જાણવા યોગ્ય છે. તેથી મોહ ઉત્પન્ન થતો નથી. (૩૫૧) धर्म्ययुद्धादिकार्येषु प्रवृत्ताः स्वाधिकारतः । शुद्धोपयोगिनो भव्याः कुर्वन्ति कर्मनिर्जराम् ॥ ३५२ ॥ ધર્મયુદ્ધો વગેરે કાર્યોમાં પોતાના અધિકારથી પ્રવૃત્ત થયેલા શુદ્ધોપયોગવાળા ભવ્યજીવો કર્મોની નિર્જરા કરે છે. (૩૫૨) त्यागिनश्च गृहस्था ये स्वाधिकारप्रवर्तकाः । शुद्धोपयोगतो मुक्तिं यान्ति तत्र न संशयः ॥३५३ ॥ ત્યાગીઓ અને ગૃહસ્થો જેઓ પોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે, તેઓ શુદ્ધોપયોગથી મુક્તિ પામે છે – તેમાં સંશય નથી. (૩૫૩) क्षणमात्रमपि प्राप्त उपयोगं य एकशः। मुक्तिमवश्यं सो याति सम्यग्दृष्टिः स्वभावतः ॥३५४ ॥ જે એક વાર ક્ષણ માત્ર પણ ઉપયોગ પામેલો છે, તે સમ્યગ્દષ્ટિ સ્વભાવથી અવશ્ય મુક્તિ પામે છે. (૩૫૪) परस्परविरुद्धानां वेषाचारादिकर्मणाम् । सापेक्षया निमित्तत्वमात्मोपयोगिनां भवेत् ॥ ३५५ ॥ પરસ્પર વિરુદ્ધ એવા વેષ, આચાર વગેરે કર્મોનું આત્મોપયોગીઓને અપેક્ષાએ નિમિત્તપણે થાય છે. (૩૫૫) •૭૧ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy