SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जन्ममृत्युजरादुःखं व्याधिदुःखं पुनर्भृशम् । आधिजं सर्वसम्बन्धजन्यं दुःखमुपाधिकम् ॥२६१ ॥ સંસારમાં જન્મ, મૃત્યુ અને જરાનું દુઃખ છે. વળી વ્યાધિનું દુઃખ ઘણું છે. આધિથી ઉત્પન્ન થયેલું દુઃખ છે અને સર્વસંબંધોથી જન્મેલું ઉપાધિ જન્ય દુઃખ પણ છે. (૨૬૧) नाऽस्ति शर्म च पुत्राद्यैर्लक्ष्मीदारादिभिर्न च । यशोविद्यादिभिर्नाऽस्ति किञ्चिन्न बाह्यवस्तुभिः ॥२६२॥ પુત્ર વગેરેથી સુખ નથી. લક્ષ્મી, સ્ત્રી ઈત્યાદિ થકી પણ સુખ નથી. યશ, વિદ્યા વગેરેથી તથા બાહ્યવસ્તુઓથી સહેજ પણ સુખ નથી. (૨૬૨) मैथुनेन सुखं नाऽस्ति प्रत्युत दुःखकृद्भवेत् । मनोवाक्काययोगेन ब्रह्माराधनतः सुखम् ॥२६३ ॥ મૈથુનથી સુખ નથી, ઊલટું તે દુઃખકર થાય છે. મન, વચન અને કાયાના યોગથી બ્રહ્મની આરાધના કરવાથી સુખ પ્રાપ્ત થાય છે. (૨૬૩) भ्रमतां बाह्यसौख्यार्थं सर्वत्र चक्रवर्तिनाम्। - मिलिता सत्यशान्ति! सत्यशान्तिर्निजात्मनि ॥२६४ ॥ બાહ્ય સુખને માટે સર્વત્ર ભમતા ચક્રવર્તીઓને સાચી શાંતિ મળી નથી. સાચી શાંતિ પોતાના આત્મામાં છે. (૨૬૪) वैषयिकस्य शर्माशासागरोऽस्ति भयङ्करः । तत्पारंकोऽपि न प्राप्तः पारंयास्यसि नो ध्रुवम् ॥२६५॥ વિષય સંબંધી સુખની આશાનો સાગર ભયંકર છે. તેનો પાર કોઈપણ પામ્યો નથી. નિશ્ચિત તું પણ તેનો પાર પામીશ નહી. (૨૬૫) ૫૩ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy