SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनन्तगुणपर्यायशक्तिरूपं सनातनम् । देहस्थं तं विजानिया देहाध्यासं भृशं त्यज ॥ २५६ ॥ દેહમાં રહેલા અનંત ગુણ અને પર્યાયવાળા શક્તિરુપ સનાતન એવા આત્માને જાણ. દેહાધ્યાસને અત્યન્ત તજી દે. (૨૫૬) मा मुह्य जडभोगेषु किञ्चिच्चाऽपि ततः सुखम् । न स्यात्परन्तु दुःखनां प्राप्तिः पश्चात्समुद्भवेत् ॥ २५७ ॥ તું જડ પદાર્થોના ભોગમાં મોહ કર મા. તેનાથી કંઈ પણ સુખ થતું નથી, પરન્તુ પાછળથી દુઃખોની પ્રાપ્તિ ઉદ્ભવે છે. (૨૫૭) भोगाद्रोगादिदुःखानां पारम्पर्यं प्रजायते । भोगे रोगभयोत्पादो देहनाशोऽल्पसौख्यता ॥ २५८ ॥ ભોગથી રોગ વગેરે દુઃખોની પરંપરા જન્મે છે. ભોગમાં રોગના ભયનો ઉત્પાદ છે, દેહનો નાશ છે અને અલ્પ સુખપણું છે. (૨૫૮) जायते च महादुःखं विश्रान्तिरपि नोद्भवेत् । भोगजन्यसुखं दुःखमेव जानीहि निश्चयात् ॥ २५९ ॥ ભોગથી મહાન દુ:ખ જન્મે છે અને વિશ્રાંતિ પણ ઉત્પન્ન થતી નથી. ભોગથી જન્મેલું સુખ દુઃખ જ છે – એમ તું નિશ્ચયથી જાણ. (૨૫૯) भुक्ता अनादितो भोगाः प्रत्युत दुःखदाः सदा । ज्ञात्वैवं कामभोगाँस्त्वं त्यजाऽऽत्मसुखनिश्चयात् ॥ २६० ॥ ભોગો અનાદિથી ભોગવ્યા પરંતુ તે ઊલટા હંમેશાં દુ:ખદાયક થયા – એમ જાણીને તું આત્માના સુખના નિશ્ચયથી કામ ભોગોને ત્યજી દે. (૨૬૦) પર For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy