SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पिण्डस्थं च पदस्थं सद्ध्यानं शुद्धोपयोगतः। रूपातीतं च रूपस्थं ध्यानं शुद्धोपयोगता ॥१२१ ॥ પિંડસ્થ અને પદસ્થ દૂધ્યાન શુદ્ધોપયોગથી થાય છે. રુપસ્થ અને પાતીત ધ્યાન શુદ્ધોપયોગતા જ છે. (૧૨૧) शुद्धात्मनो विचाराणां मता शुद्धोपयोगता । आत्मशुद्धिकराः सर्वे विचारा योगरूपिणः ॥१२२ ॥ શુદ્ધાત્માના વિચારોની શુદ્ધોપયોગતા મનાય છે તેથી આત્માની શુદ્ધિ કરનારા બધા વિચારો યોગરુપ છે. (૧૨૨) सात्त्विकाहारबुद्धीनां सात्त्विककर्मणां तथा। सात्त्विकज्ञानभक्तीनां हेतुता स्वाऽऽत्मशुद्धये ॥१२३ ॥ પોતાના આત્માની શુદ્ધિ માટે સાત્ત્વિક આહાર અને બુદ્ધિ તથા સાત્ત્વિક કર્મો અને સાત્ત્વિક જ્ઞાન અને ભક્તિની હેતુતા જાણવી (૧૨૩) आत्मशुद्धोपयोगेन सर्वं सम्यग्विमुक्तये। जायते कर्महेतूनां मध्येऽपि वासिनां ध्रुवम् ॥१२४ ॥ કર્મના હેતુઓની વચ્ચે વસનારાઓને પણ તે સર્વ આત્માના શુદ્ધોપયોગ વડે અવશ્ય સારી રીતે મુક્તિને માટે થાય છે. (૧૨૪) वने निवासिनां दुःखं जायते ज्ञानमन्तरा । बाह्यतस्त्यागिनां मोहो भवेद्विज्ञानमन्तरा ॥ १२५ ॥ જ્ઞાન વિના વનમાં નિવાસ કરનારાઓને દુઃખ જ છે અને વિજ્ઞાન અર્થાત બ્રહ્મ જ્ઞાન વિના બહારથી જ દેખાતા ત્યાગીઓને તે સર્વ મોહનું જ કારણ છે. (૧૨૫). ર૫ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy