SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir असंख्या मोक्षपन्थानः परब्रह्मप्रदायकाः। सम्भूय सर्वयोगास्ते साम्ययोगे मिलन्ति हि ॥११६ ॥ પરબ્રહ્મ પદ આપનારા મોક્ષમાર્ગો અસંખ્ય છે. તે બધા યોગો એકત્ર થઈને ખરેખર સામ્યયોગમાં મળે છે. (૧૧૬) शुद्धोपयोगसंप्राप्तौ नाऽन्ययोगप्रसाधनम् । आत्मस्मृतिप्रवाहेण वृत्तिरन्तर्मुखी सदा ॥११७॥ જ્યારે શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે, ત્યારે બીજા યોગોની સાધના કરવાની રહેતી નથી. આત્મ-સ્મૃતિના પ્રવાહથી વૃત્તિ સદા અન્તર્મુખ રહે છે. (૧૧૭) शुद्धात्मसंस्मृतिश्चैव शुद्धोपयोग उच्यते। . औदयिकमनोवृत्तिनिरोधस्तु ततो भवेत् ॥ ११८ ॥ શુદ્ધાત્માની સંસ્કૃતિ જ શુદ્ધોપયોગ છે અને તેનાથી ઔદયિક ભાવની મનોવૃત્તિઓનો નિરોધ થાય છે. (૧૧૮) आर्तध्यानविचाराणां संरोध उपयोगतः । रौद्रध्यानविचाराणां रोधः शुद्धोपयोगतः ॥११९ ॥ આર્ત ધ્યાનના વિચારોનો સંરોધ ઉપયોગથી થાય છે અને રૌદ્ર ધ્યાનના વિચારોનો રોધ શુદ્ધોપયોગથી થાય છે. (૧૧૯) धर्मध्यानविचाराणां प्राकट्यमुपयोगतः । शुक्लध्यानसमुत्पादः श्रुतज्ञानोपयोगतः ॥१२० ॥ ધર્મધ્યાનના વિચારોનું પ્રાકટ્ય ઉપયોગથી થાય છે અને શુક્લધ્યાનની ઉત્પત્તિ શ્રુતજ્ઞાનના ઉપયોગથી થાય છે. (૧૨) ૨૪ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy