SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सच्चिदानन्दरूपोऽस्ति चाऽऽत्मोपयोग आन्तरः । आत्मोपयोगिनामग्रे किञ्चिन्न कर्मणो बलम् ॥ ६६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આન્તર આત્મોપયોગ સચ્ચિદાનંદ રૂપ છે અને આત્મોપયોગીઓની સામે કર્મોનું બળ સહેજ પણ ચાલતું નથી. (૬૬) जानाति ह्येकमाऽऽत्मानं सर्वं जानाति सो नरः । सर्वं जानात्यसौ एकमाऽऽत्मानं वेत्ति वस्तुतः ॥ ६७ ॥ જે મનુષ્ય ખરેખર એક આત્માને જાણે છે, તે બધું જ જાણે છે અને જે બધું જાણે છે, તે વસ્તુતઃ એક આત્માને જ જાણે છે. (૬૭) आत्मनि परितो ज्ञाते नयनिक्षेपभङ्गतः । सर्वं ज्ञातं श्रुतज्ञानं सविकल्पसमाधिकृत् ॥ ६८ ॥ જ્યારે નય, નિક્ષેપ અને ભંગથી આત્માને પરિપૂર્ણ રીતે જાણવામાં આવે છે, ત્યારે સવિકલ્પ સમાધિ ઉત્પન્ન કરનાર બધું શ્રુતજ્ઞાન જણાય જાય છે. (૬૮) आत्मनि परितो ज्ञाते स्याद्वादश्रुतबोधतः । सविकल्पशुभध्यानं निर्विकल्पं समुद्भवेत् ॥ ६९ ॥ જ્યારે સ્યાદ્વાદ યુક્ત શ્રુતજ્ઞાનથી આત્માને પરિપૂર્ણ રીતે જાણવામાં આવે છે, ત્યારે પહેલાં સવિકલ્પ શુભ ધ્યાન અને પછી નિર્વિકલ્પ ધ્યાન ઉત્પન્ન થાય છે. (૬૯) आत्मोपयोगरूपाऽस्ति ध्यानवृत्तिर्मनीषिणाम् । आत्मशुद्धोपयोगेऽन्तर्भावं यान्ति समाधयः ॥ ७० ॥ બુદ્ધિમાન લોકોની ધ્યાનવૃત્તિ આત્મોપયોગરુપ હોય છે, કારણકે આત્મશુદ્ધોપયોગમાં બધી સમાધિઓનો સમાવેશ થઈ જાય છે. (૭) ૧૪ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy