SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जीवाऽजीवादितत्त्वानां ज्ञानविश्वासकारिणाम् । हेयोपादेयबुद्धीनां सम्यग्दृष्टिः प्रजायते ॥६१॥ જીવ, અજીવ વગેરે તત્ત્વોને જાણનારા, જ્ઞાનમાં વિશ્વાસ કરનારા અને હેય તથા ઉપાદેયની બુદ્ધિવાળાઓને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે. (૬૧) सम्यग्दृष्टिमतां नृणां दूरासन्नादिभेदतः । नूनं मोक्षो भवत्येव मिथ्यात्वगामिनामपि ॥६२ ॥ સમ્યગ્દષ્ટિવાળા મનુષ્યોનો કદાચ તેઓ મિથ્યાત્વમાં ચાલ્યા જાય, તો પણ દૂર કે આસન્ન આદિ ભેદથી નક્કી મોક્ષ થાય જ છે. (૬૨) एकशोऽपि यदा यस्य सम्यग्दृष्टिः प्रजायते । तदाऽऽत्मनो ध्रुवं मोक्षो जायते घोरकर्मिणः ॥६३ ॥ જ્યારે એકવાર પણ જેને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે ઘોર કર્મોવાળા તે આત્માનો પણ અવશ્ય મોક્ષ થાય છે. (૬૩) आत्मशुद्धोपयोगेन त्वनन्तभवकर्मणाम् । क्षयः क्षणाद्भवत्येव तत्र किञ्चिन्न संशयः ॥६४ ॥ આત્મશુદ્ધોપયોગથી તો અનંત ભવોમાં સંચિત કરેલાં કર્મોનો ક્ષણવારમાં ક્ષય થઈ જાય છે. તેમાં લેશ પણ સંશય નથી. (૬૪) स्वाधिकारेण कर्माणि कुर्वतां सर्वदेहिनाम् । आत्मशुद्धोपयोगऽस्ति समर्थो मोक्षदायकः ॥६५॥ પોતાના અધિકાર પ્રમાણે કર્મો કરતાં સર્વ દેહધારીઓને મોક્ષ આપનાર સમર્થ એવો એક આત્મશુદ્ધોપયોગ જ છે. (૬૫) ૧૩ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy