SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नाभौ संयमकर्तारो ब्रह्मरूपं विजानते । हृदि संयमकर्तारः पश्यन्तीपारगामिनः ॥६५१॥ નાભિમાં સંયમ અર્થાત્ નિગ્રહ કે નિરોધ કરનારાઓ બહ્મરુપને જાણે છે. Æયમાં સંયમ કરનારાઓ પશ્યન્તીના પારગામીઓ બને છે. (૬૫૧) कण्ठे संयमकर्तारो मध्यमापारगामिनः । योगानुभविनः सन्तो भवन्ति ब्रह्मरूपिणः ॥६५२॥ કંઠમાં સંયમ કરનારાઓ મધ્યમાના પારગામીઓ થાય છે. યોગના અનુભવી સજ્જનો બ્રહ્મરૂપવાળા થાય છે. (૬૫૨) स्वाधिष्ठाने तथाऽऽधारे चक्रे च मणिपूरके। चक्षुषो सिकाग्रे च देया दृष्टिर्निजात्मनः ॥६५३ ॥ સ્વાધિષ્ઠાનચક્રમાં તથા આધારચક્રમાં અને મણિપૂરક ચક્રમાં, બન્ને ચક્ષુઓ નાસિકાના અગ્રભાગે પોતાના આત્માની દષ્ટિદેવી જોઈએ અર્થાત એકાગ્રતા પૂર્વક સ્થિર કરવી જોઈએ. (૬૫૩) दृष्टिं धृत्वा भ्रुवोर्मध्ये ब्रह्मज्योतिः प्रलोकनम् । त्राटकदृष्टितो ध्येयं ब्रह्मज्योतिः प्रकाशते ॥ ६५४ ॥ બન્ને ભૂકુટિઓની વચ્ચે દષ્ટિને ધારણ કરીને ત્રાટક દૃષ્ટિથી ધ્યેયરૂપ બ્રહ્મ જયોતિને જોવાથી બ્રહ્મજ્યોતિ પ્રકાશે છે. (૬૫૪) ब्रह्मरन्ध्रे मनो धृत्वा तत्राऽऽत्मनः प्रधारणम् । कर्तव्यं सविकल्पेन पश्चात्स्यानिर्विकल्पता ॥६५५ ॥ બ્રહ્મરંધ્રમાં મનને ધારણ કરીને ત્યાં આત્માની સવિકલ્પ ધ્યાન વડે ધારણા કરવી જોઈએ, પછી નિર્વિકલ્પતા થાય છે. (૬૫૫) ૧૨૧ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy