SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org आन्तरं जीवनं पोष्यं प्रामाण्यस्वोद्यमादिकैः । आत्मोपयोगशुद्धयर्थं सत्त्वजीवनकारणम् ॥ ६३१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મોપયોગની શુદ્ધિને માટે સત્ત્વગુણવાળું જીવન કારણ છે, તેથી પ્રમાણભૂત અર્થાત્ માન્ય હોય એવા પોતાના ઉદ્યમ વગેરેથી આંતરિક જીવન પોષવું જોઈએ. (૬૩૧) रोगभ्य औषधादीनां दानं शक्त्यनुसारतः । विद्यादानञ्च बालेभ्यो देयमात्मोपयोगिभिः ॥ ६३२ ॥ આત્મોપયોગવાળાઓઐ શક્તિ અનુસાર રોગીઓને ઔષધ વગેરેનું દાન અને બાળકોને વિદ્યાદાન દેવું જોઈએ. (૬૩૨) गृहागतस्य सत्कारः कर्तव्यो भोजनादिभिः । आपत्काले च दुर्भिक्षे कर्तव्यं लोकपालनम् ॥ ६३३ ॥ ઘરે આવેલાને ભોજન વગેરેથી સત્કાર કરવો જોઈએ તથા આપત્તિના સમયે અને દુષ્કાળમાં લોકોનું પાલન કરવું જોઈએ. (૬૩૩) सूरिवाचकसाधूनां वैयावृत्यं सुभावतः । कर्तव्यञ्च तथा सेवाभक्तिरात्मोपयोगिभिः ॥ ६३४ ॥ આત્મોપયોગવાળાઓએ સારા ભાવથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓનું વૈયાવૃત્ય કરવું જોઈએ તથા સેવા અને ભક્તિ કરવી જોઈએ. (૬૩૪) दानाद्यैरात्मशुद्धिः स्यात्तथा सद्गुरुसङ्गतः । प्रादुर्भवति मोक्षार्थमात्मोपयोग आन्तरः ॥ ६३५ ॥ દાન વગેરેથી આત્મશુદ્ધિ થાય છે તથા સદ્ગુરુના સંગથી મોક્ષને માટે આંતરિક આત્મોપયોગ પ્રકટે છે. (૯૩૫) ૧૨૭ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy