SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org जैनदर्शनमात्माऽस्ति स्वात्माऽहं जैनदर्शनी । जिनश्च जैनरूपोऽहं साध्यसाधनभावतः ॥ ५८१ ॥ જૈન દર્શન એ આત્મા છે. હું - પોતાનો આત્મા જૈન દર્શની છું. સાધ્ય અને સાધનભાવથી હું જિન અને જૈનરુપ છું. (૫૮૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir मुक्त्यर्थं यो जिनैर्दिष्टो जैनधर्मः स उच्यते । आदर्शध्येयरूपोऽस्ति पूर्णात्मशुद्धिकारकः ॥ ५८२ ॥ મુક્તિને માટે જે જિનોએ ઉપદેશ્યો છે, તે જૈનધર્મ કહેવાય છે. પૂર્ણ આત્મશુદ્ધિ કરનારો તે આદર્શ ધ્યેયરુપ છે. (૫૮૨) आत्मनः पूर्णशुद्धयर्थं जैनधर्मोऽस्ति साधनम् । द्रव्यभावारिजेतारो जैना जिनानुयायिनः ॥ ५८३ ॥ આત્માની પૂર્ણશુદ્ધિને માટે જૈનધર્મ સાધન છે. જિનના અનુયાયી જૈનો દ્રવ્યશત્રુઓ અને ભાવશત્રુઓને જીતનારા છે. (૫૮૩) जैनास्तु साधकात्मानो मोहनाशनतत्पराः । रागद्वेषविजेतारो केवलज्ञानिनो जिनाः ॥ ५८४ ॥ જૈનો તો મોહનો નાશ કરવામાં તત્પર સાધક આત્માઓ છે. રાગ અને દ્વેષને વિશેષે કરીને જીતનારા અને કેવલજ્ઞાનવાળા જિનો છે. (૫૮૪) जैनधर्मो जिनो जैन आत्मैव चाऽऽत्मपर्यवाः । आत्मनः शुद्धपर्यायसिद्धरूपमुपास्महे ।। ५८५ ॥ જૈનધર્મ, જિન, જૈન અને આત્મા એ જ આત્માના પર્યાયો છે. આત્માના શુદ્ધ પર્યાયરૂપ સિદ્ધ સ્વરુપની અમે ઉપાસના કરીએ છીએ. (૫૮૫) ૧૧૭ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy