SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir देवस्य सद्गुरोर्भक्त्या स्वात्मशुद्धिः प्रजायते । सेवा भक्तिपरीणामाद् भवन्ति सात्त्विका गुणाः ॥ ४६६॥ દેવની અને ગુરુની ભક્તિથી પોતાના આત્માની શુદ્ધિ થાય છે. સેવા અને ભક્તિના પરિણામથી સાત્ત્વિક ગુણો પ્રગટ થાય છે. (૪૬૬) सेवाभक्तिपरीणामो जायेताऽऽत्मन आत्मनि । आत्मना जायते चित्ते सात्त्विकमोहमिश्रकः ॥ ४६७ ॥ આત્માનો સેવા ભક્તિ પરિણામ આત્મામાં જન્મે છે. જ્યારે સાત્ત્વિક મોહ મિશ્રિત પરિણામ આત્મા વડે ચિત્તમાં ઉત્પન્ન થાય છે. (૪૬૭) सेवाभक्तिपरीणामः प्रशस्यमोहसंयुतः । केवलज्ञानतः पूर्वं वर्तते सर्वधर्मिणाम् ॥ ४६८ ॥ પ્રશસ્ય અર્થાત્ વખાણવા લાયક એવા મોહથી સમન્વિત સેવા ભક્તિના પરિણામ બધા ધર્મીઓને કેવલજ્ઞાન પહેલા વર્તે છે. (૪૬૮) शुद्धात्मरूपदीपाग्रे स्फटिकाच्छादनं यथा। तथा सात्त्विकमोहीयमिश्रस्वात्मिकसद्गुणाः ॥ ४६९ ॥ જેમ શુદ્ધાત્મરુપ દીપકની આગળ સ્ફટિકનું આચ્છાદન હોય, તેમ સાત્ત્વિક મોહથી મિશ્ર પોતાના આત્મિક સદ્ગણો હોય છે. (૪૬૯) स्फटिकेन यथा दीपो नाऽऽवृतो हि भवेत्तथा । सात्त्विकेभ्यो निजात्मीयगुणाः स्युर्नावृताः खलु ॥४७०॥ જેમ સ્ફટિકથી દીપક ઢંકાતો જ નથી, તેમ સાત્ત્વિક-સગુણોથી પોતાના આત્માના ગુણો ખરેખર ઢંકાતા નથી. (૪૭૦) ८४ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy