SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सर्वयोगादिसारोऽस्ति संसाध्या वीतरागता आत्मोपयोगता साध्येत्येवं ब्रुवन्ति पण्डिताः ॥ ४६१ ॥ સર્વ યોગો વગેરેનો સાર છે કે વીતરાગતા સમ્યગ્ રીતે સાધવી જોઈએ. તે માટે આત્મોપયોગતા સાધવી જોઈએ, એમ પંડિતો કહે છે. (૪૬૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir मनोवाक्कायपावित्र्यादात्मनः पूर्णशुद्धता । कर्तव्या सा सतां प्राप्या सत्यमेवं वदाम्यहम् ॥ ४६२ ॥ મન, વચન અને કાયાની પવિત્રતાથી આત્માની પૂર્ણ શુદ્ધતા કરવી જોઈએ અને તે સત્પુરુષોને મળે એવી છે, એમ હું સત્ય કહું છું. (૪૬૨) आर्याः स्युः सद्गुणैः सर्वे सदाचारैर्भुवस्तले । मनोवाक्कायशुद्ध्या ये स्वात्मशुद्धिविधायिनः ॥ ४६३ ॥ પૃથ્વી પર સદ્ગુણો અને સદાચારોથી બધા આર્યો છે. જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી પોતાના આત્માની શુદ્ધિને કરનારા છે. (૪૬૩) आत्मशुद्धिं विना देवदेवीभिर्भक्तदेहिनाम् । मुक्तिः प्रदीयते नैव स्वात्मना निजमुद्धरेत् ॥ ४६४ ॥ આત્માની શુદ્ધિ વિના દેવ-દેવીઓ વડે ભક્ત દેહધારીઓને મુક્તિ અપાતી જ નથી, તેથી પોતાના આત્મા વડે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. (૪૬૪) जायते न कदा मुक्तिराविर्भूतगुणैर्विना । ईश्वरेणाऽपि नो देया सत्यमेतद्विचारय ॥ ४६५ ॥ આવિર્ભાવ પામેલા ગુણો વિના મુક્તિ કયારે પણ થતી નથી અને ઈશ્વર દ્વારા પણ તે આપી શકાય એવી નથી, એ સત્યનો તું વિચાર કર. (૪૬૫) ૯૩ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy