________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૧
સરલતા ધારણ કરે. લેભાદિક ને હઠાવ હોય તે સતેષને ધારણ કર્યા સિવાય અપાય નથી અને આધિ-વ્યાધિ-ઉપાધિને હઠાવવી હોય રાગ-દ્વેષ મહાદિકને હરાવે જેથી હરાવ્યા પછી તે આધિ-વિગેરે પુનઃ ઉપસ્થિત થશે નહી જ. હે ચેતન ! અત્યાર સુધી પ્રતિપક્ષને હરાવવા તથા સુખશાંતિ માટે ક્રોધાદિક કર્યા પણ જે ખરા પ્રતિપક્ષી છે તેઓને ઓળખ્યા નહી અને તેઓને પરાજય કરવા પ્રયત્ન કર્યો નહી તે પછી સુખશાંતિ ક્યાંથી મળશે? માટે ખરેખરા જે પ્રતિપક્ષ-શત્રુઓ છે તેઓને પરાસ્ત કરવા ક્ષમા-નમ્રતા-સરલતા અને સંતેષાદિકને ધારણ કરેથી વિના માગણીએ સત્યસુખ આવીને હાજર થશે. દેવગુરુ સમીપે સુખશાંતિ માટે ઉપાય પુછાય તે ઠીક છે, પણ તેમની આજ્ઞા મુજબ ક્રોધ, માન, માયા અને લેભ વિગેરેને પરાજ્ય કર્યો નહી ત્યાંસુધી સુખશાંતિ મળવી અશક્ય છે. ક્રોધાદિકને ત્યાગ કરીને ગ્યતાને મેળવે અને યેગ્યતા-પાત્રતા આવ્યા પછી દેવગુરુની આજ્ઞા મુજબ વર્તનના ચગે સુખશાંતિ આવીને વસશે. દેવગુરુ સમીપે ફક્ત પ્રાર્થના કરવાથી કે તેમની સેવાભક્તિ કરવાથી સત્ય સુખશાંતિ મળવી અશક્ય છે, પરંતુ પ્રાર્થના–સેવાભક્તિની સાથે તેમની આજ્ઞાને અમલ કરવાથી જ મળી શકે એમ છે. વ્યાવહારિક કાર્યોમાં અધિકારી કે શેઠની ગમે તેવી ખુશામત કરવામાં આવે અને તેમની આજ્ઞા મુજબ વર્તન કરવામાં આવે નહીં તે, તે અધિકારી કે શેઠ ફક્ત ખુશામતથી ખુશી થતા નથી, પણ આજ્ઞા મુજબ કાર્ય કરવાથી ખુશી થઈને ઈષ્ટ લાભ આપે છે. અન્યથા દેલી માની તગડી મૂકે છે.
For Private And Personal Use Only