________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
રહસ્યને જાણતા હેવાથી ક્રોધ-માન-માયા અને લેભાદિકની સાથે યુદ્ધ કરી તેઓને પરાજ્ય પમાડે છે, એટલે જ મનુષ્ય ભવની સાર્થકતા સાધીને કૃતાર્થ બને છે અને અનુક્રમે કામક્રોધાદિને મૂળમાંથી નાશ કરી આત્માને નિર્ભય કરીને અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બને છે; ફકત દુન્યવી ઋદ્ધિ કે સિદ્ધિથી શુદ્ધિ થતી નથી પણ મમત્વ અને અહંત્વને ત્યાગ કરવાથી શુદ્ધિ થાય છે–શુદ્ધિ થશે ત્યારે જ ઋદ્ધિ અને સિદ્ધિ શોભાસ્પદ બનશે અને આધિ-વ્યાધિ અને ઉપાધિઓ દૂર ખસતી જશે.
૭૨૪. મનુષ્યભવની સાર્થક્તાને સાધવી હોય તે તથા માણસાઈને શાભાવવી હેય તે, લાયકને સહકાર આપે, તેની પ્રશંસા કરે, અને સગુણેના રાગી બને તથા શાસ્ત્રના મર્મને સમજો; સમજીને કોધાદિક કષાયને સંસારરૂપી મેદાનમાં તેની સાથે યુદ્ધમાં હરાવી જયમાલા પહેરવાપૂર્વક કૃતાર્થ થાઓ. સંસારના કાર્યો સાધવાથી કૃતાર્થ બની શકાશે નહી; જે તેમાં અધિક તમન્ના રાખશે તે અધિકાધિક ફસાઈ પડવાને અવસર આવશે અને પરાધીનતાની બેડીમાં વધારે ઝકડાશે; પાત્રને સહકાર આપવામાં પોતાનામાં પણ પાત્રતા આવે છે અને પાત્રતાના વેગે માણસાઈ–ઉદારતા અને પાપભીરુતા–આત્મવિકાસ-અમમત્વ વિગેરે સદ્ગુણેને આવવાને માર્ગ મળે છે. - સગુણના માર્ગને રોકનાર જે કઈ હોય તે કૃપણુતાપાપની અનુમોદના-અહંકાર-અદેખાઈ વિગેરે છે.
For Private And Personal Use Only