________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯પ રહે છે, પરંતુ તેજ મનુષ્ય-રાગદ્વેષના વિચારને ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે તેઓને અન્ય પદાર્થોમાં મેહ રહેતો નથી અને આત્મ તત્વની ઓળખાણ થએલ હેવાથી આત્મવિકાસ થતું રહે છે. જે જે આવરણે હોય છે તે તે ખસતા જાય છે અને નવીન આવરણમાં અલ્પતા થાય છે, માટે દેવગુરુ અને ધર્મમાં નિશંક બની પૂર્ણ શ્રદ્ધા રાખવી આવશ્યક છે અને શંકા ડાકણને ગુરુગમ વડે દૂર કરવા લાયક છે, આત્મવિકાસને પ્રથમ પાયે આત્માની શ્રદ્ધા કરવી તે છે.
૩ર૭. આપણું વિચારે મુજબ આચાર અને ઉચ્ચારે બદલાય છે અને વિચારે બદલાતાં આપણું ભાગ્ય પણ બદલાય છે. આપણું દિવ્યતા–મહત્તા અને સત્તા કે સંપત્તિ આપણી પાસે જ છે, બહારથી આવતી નથી અને આવશે પણ નહી. ફક્ત વિચારે પ્રમાણે દઢ ઈચ્છા પૂર્વક પ્રયત્ન કરે. પ્રયત્ન કરતાં તમે ધારશે તે પ્રમાણે બનશે અને ધાર્યા મુજબ કરવા સમર્થ બનશે.
વિચારબલ-મનેબલ પણ એક જાતની પરમૌષધિ છે. રસાયણ કરતાં પણ અધિક શક્તિ ધરાવે છે. મનેબલપૂર્વક રસાયન કે દવા લે તે જ તે દવા લાગુ પડે અને આધિ-વ્યાધિ નાશ પામે; કેટલીક વખત મનેબલથી વ્યાધિઓ દૂર ખસે છે દવા લેવી પડતી નથી. મનેબલ પણ ઉત્તમોત્તમ શકિતદાયક ઔષધિ હેવાથી જીવના જોખમે તેનું રક્ષણ કરવું. મનુષ્ય દીનતા અને હીનતાને ધારણ કરતા નથી તેનું કારણ મનેબલ છે.
જ્યાંસુધી કટીને પ્રસંગે ઉપસ્થિત થતું નથી, તેમજ
For Private And Personal Use Only