SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ અને દુબળે થતું જાય છે અને પ્રથમની માફક અભ્યાસ પણ કરી શકતા નથી. આ સ્થિતિ દેખીને તેના પિતાએ ખાનગીમાં પૂછયું કે તું દુબળ થતું જાય છે તેનું શું કારણ? તેણે દુધની વાત કહી. શેઠે સ્ત્રીને પૂછયું, અને સ્ત્રીએ કહ્યું કે અભ્યાસ અધિક કરી શકે તે માટે મરી મશાલે નાંખીને બે પુત્રોને દુધ આપું છું. શેઠે પુત્રને સત્ય સમજણ આપી તેની શંકા દૂર થઈ અને સાથે દુર્બલતા જતાં પુષ્ટ બનીને અભ્યાસ કરવા લાગ્યા. ૩ર૬. શ્રદ્ધાના જોરે. આત્મસ્વરૂપની ઓળખાણ થયા પછી દેવગુરુ અને ધર્મમાં શંકા રહેતી નથી અને શ્રદ્ધાના જેરે આત્મશક્તિને વિકાસ કરવા પ્રયાસ થતું રહે છે. સાંસારિક કેઈપણ આધિ-વ્યાધિ અને ઉપાધિમાં મુંઝવણ રહેતી નથી. આત્મવરૂપની ઓળખાણમાં આત્માને તેના ગુણો સિવાય અન્ય પદાર્થો ક્ષણભંગુર અને વિકારી માલુમ પડે છે, તે એવા પદાર્થોમાં આત્મભાન ભૂલી કેણ મુંઝવણમાં પડે ! જેઓને આત્મતત્વની સમજણ નથી તેઓને શંકા વિગેરે દૂષણે આવીને વળગે છે અને પર પદાર્થો પિતાના માની તેઓનું રક્ષણ કરવા શગ-દ્વેષને ધારણ કરતા સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે; જેમ કોઈ ચગડોળે ચઢેલા માનવીઓ પૃથ્વી-પાણી-વનસ્પતિવૃક્ષને ભમતા અને ફરતા દેખે છે અને સારું જગત ભમતું હોય તેમ તેને માલુમ પડે છે, પરંતુ જ્યારે ચકડેળેથી ઉતરી સ્થિર થાય છે ત્યારે તેને માલુમ પડે છે કે આ તે મારી જમણ હતી; તે પ્રમાણે આત્મભાન ભૂલી રાગ-દ્વેષના ચગડોળે ચઢેલાને જુદા જુદા વિકલ્પ-વિચાર આવ્યા કરે છે અને પિતે કરેલા વિકલ્પ અને વિચારોથી સુખ દુઃખને ધારણ કરતે For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy