________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯ ધીરધાર કરનાર વણિફ, દેવાની શક્તિ નહી હોય તે એક બે વર્ષ સુધી ખમી લેશે અને સરકાર તે અશક્તિ હશે તે પણ શરમ રાખ્યા વિના એક દિવસમાં તમેને બહાર કાઢી જતી કરીને સઘળી મિલ્કત લઈ લેશે પરંતુ કર્મરાજા તે એક ક્ષણ માત્રના વિલંબ કર્યા સિવાય તમારું સર્વસ્વ હરી લેશે, માટે કર્મ કરતાં પહેલાં બહુ વિચાર કરવાની આવશ્યક્તા છે, વિચાર કર્યા સિવાય કર્મ કર્યા કરશે તે એક ક્ષણ માત્ર પણ સુખને વારે આવશે નહી. વણિકનું કે સરકારનું દેવું વખત આયે ચૂકવી શકશે પણ કર્મનું દેવું ચૂકવી શકાશે નહી. ગમે તેવી કારીગીરી કરશે, કાલાવાલા કરશે, શરમ લાગવગ લગાડશે તે પણ ત્યાં કાંઈ પણ ચાલશે નહી. કર્મનું દેવું અત્યારનું કહેતાં આ ભવનું જ નથી, અનાદિ કાલીન છે અને તેનું વ્યાજ વધી રહેલ છે અને પાછા તેનું દેવું કર્યા કરે છે તે પછી તે દેવામાંથી ક્યારે મુક્ત થશે ? અને તેનું દેવું એવું છે કે આપ્યા વિના મુક્ત થવાય એમ નથી. સરકાર તે વણિકને નાદારી લેવાથી તે દેવામાંથી મુક્ત કરે છે, અહીંઆ નાદારી ચાલશે નહી. નાદારી લેશે તે બેવડા બંધનમાં આવી પડશે. માટે પ્રથમ સમ્યજ્ઞાન-ચારિત્ર ને મન વચન અને કાયાને વશ કરીને નવા થતાં કર્મના દેવાને બંધ કરે; પછી જે રહેલું છે તેને ચૂકવવાની શક્તિ આવશે. અનુક્રમે કર્મના દેવા ચૂકવી તેના બંધનમાંથી મુક્ત થવા પૂર્વક અનંતજ્ઞાનદર્શન-અનંત સુખના સવામી બનશે; માટે કર્મનું દેવું કરતાં વિચાર કરજે.
For Private And Personal Use Only