SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૩) ક્ષય કરવાને માટે શક્તિમાન બનતી નથી, તેથી કેઈએ અધ્યાત્મ શા સ્ત્રોને અભ્યાસ કરવામાં કેઈને અટકાવ કરવો નહિ. આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાનસંબધી પ્રસંગોપાત્ત સૂચના કરીને ઉપસંહાર કરતાં કહેવાનું કે અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને સમ્ય મતિની પ્રાપ્તિ કરવી. અન્તરાત્માની સાથે સમતારૂપ શય્યામાં સમ્યગુમતિ વાસ કરીને, ખરેખર તે પોતાના આત્મસ્વામિનો શુદ્ધ અધ્યવસાયરૂપ ઉલ્લાસભાવ વધારે છે અને આત્માના અસંખ્ય પ્રદેશમાં પરમ આનંદરસની રેલ પ્રકટાવે છે. પોતાના આત્મસ્વામિનું શુદ્ધવીર્ય પ્રકટ કરે છે અને ક્ષેત્ર, કાલ, વગેરેની સામગ્રીના ગે તે અન્તરાત્માને પરમાત્માની પદવી અપાવીને તેની સાથે સિદ્ધસ્થાનમાં પોતાનું શુદ્ધચેતનારૂપ ધારીને સાદિઅનcભાગે રહે છે. સિદ્ધબુદ્ધ થએલે પરમાત્મા, અનન્ત સિદ્ધપરમાત્માઓ કે જે પરમતિમય છે તેઓની સાથે, પરમકવલ જ્ઞાનરૂપ શુદ્ધચેતનાની જ્યોતિ વડે સમયે સમયે લોકાલોકને પ્રકાશ કરે છે અને સમયે સમયે અનન્તસુખ ભેગવતે છતે વર્તે છે. સમ્યગતિને સંગ પામીને ચારિત્રાદિ સાધન વડે પૂર્વે અનન્તજી, શુદ્ધધર્મમાં રમણુતા કરીને પરમતિપદ પામ્યા, મહાવિદેહક્ષેત્રમાં વર્તમાનમાં પામે છે અને ભવિષ્યકાલમાં અનાજી પરમતિપદને પામશે. ભવ્યજીએ પરમતિપદ પ્રાપ્ત કરવાને માટે સમ્યગમતિવડે અતરાત્મામાં સદાકાલ રમણતા કરવી. લેખક અને વાચકે તથા શ્રોતાઓની સમ્યગુમતિવડે અંતરાત્મામાં રમતા થાઓ !! અને અન્ત૨માં અનન્ત આનન્દની મંગલમાલા પ્રકટો; એવી પરમહિતભાવના છે!! ૬ ૨૦૦. (ા મારા.) बेहेर बेहेर नहीं आवे अवसर, बेहेर बेहेर नहीं आवे ॥ ज्यु जाणे त्युं करले भलाइ, जनम जनम सुख पावे ॥ अव० ॥१॥ तन धन योवन सवही जूठो, प्राण पलकमे जावे ॥अव०॥२॥ तन छूटे धन कौन कामको, कायकुं कृपण कहावे ॥अव०॥३॥ जाके दिलमें साच वसतहे, ताईं झूठ न भावे ॥अव०॥४॥ आनन्दघन प्रभु चलत पंथमें, समरी समरी गुण गावे ॥अव०॥५॥ ભાવાર્થ – શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, અન્ય મનુષ્યને ઉદ્દેશી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy