SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૬ ) નારાઓ મેળવી આપ. કરે મણ કાષ્ટવડે ચેતાવેલી અગ્નિમાં સુવર્ણ નાખવામાં આવે છે તે તેનું વાન તેવું ને તેવું રહે છે અને સુવર્ણનો નાશ થતો નથી, તેમ આત્માની પણ તેવી જ સ્થિતિ છે. ત્રણ કાલમાં આત્મદ્રવ્યનો નાશ થતો નથી. આત્માની સત્તા કંચનની પેઠે નિર્મલ છે. ત્રણ કાલમાં આત્મદ્રવ્યનું સ્વરૂપ ફરતું નથી. મારા આત્મસ્વામિની આંખમાં અંજનની રેખા નથી અને અંજન પણ તેમને આંખમાં ભાવતું નથી. મારા સ્વામિની ચક્ષુઓ જુદા જ પ્રકારની છે અને તેમની આંખનું તેજ પણ જુદા જ પ્રકારનું છે. મારા સ્વામિની આંખેવડે સર્વ પ્રકારની વસ્તુઓ દેખાય છે. મારા સ્વામીને સ્નાન કરવું ગમતું નથી, કારણ કે બાહ્યસ્રાનની તેમને કંઈ પણ આવશ્યકતા નથી; તેથી સ્રાનના શિર૫ર દાહ પડે, અર્થાત્ સ્નાનનું નામ પણ ન રહો, એમ કહેવાનો આશય પ્રતીત થાય છે. મારા સ્વામી સત્તાએ નિર્મલ છે, તેઓ બાહ્ય શરીરિઓની પેઠે બાહ્ય જલથી સ્નાન કરતા નથી. બાહ્ય સ્નાનથી બાહ્ય મલને નાશ થાય છે, અર્થાત્ બાહ્ય સ્નાન કરનારાએ આત્માની શુદ્ધિ કરવા સમર્થ થતા નથી. કહ્યું છે કે, ફ્રો. समता नदी संयमतोय पूर्णा, सत्यावहाशील तटादयोर्मिः ॥ तत्राभिषेकं कुरु पांडुपुत्र, न वारिणा शुद्धयति चान्तरात्मा ॥१॥ શ્રીકૃષ્ણ કહે છે કે, હે પાંડુપુત્ર ! સમતા નદી છે અને તે સંયમજલથી પૂણે છે, સત્ય પ્રવાહવાળી છે, વળી તે શીલતટવાળી છે, દયારૂપ ઉમવાળી છે; તેમાં તું સ્નાન કર. અન્તરાત્મા જલવડે શુદ્ધ થતો નથી, આત્માને બાહ્યસ્રાનની જરૂર નથી; એ મારે શુદ્ધ ચેતનસ્વામી કઈ મેળવી આપે. કારણ કે સ્ત્રીની શોભા સ્વામીથી છે. कौन सेन जाने पर मनकी, वेदन विरह अथाह ॥ थर थर भ्रूजे देहडी मारी, जिम वानर भरमाह रे ॥ મુને ! ૨ // ભાવાર્થસમતા કહે છે કે, મારા શુદ્ધ ચેતન સ્વામિના વિરહથી મને અથાગ (જેને પાર ન પમાય તેટલી) વેદના થાય છે. મને જે પતિવિરહની વેદના થાય છે તેને હું જ જાણી શકું છું. પરના મનના આશયો અન્ય શી રીતે જાણી શકે? ગર્ભિણીને જે પ્રસવ સમયે તેના મનમાં જે વેદના થાય છે, તેને વથા સ્ત્રી શી રીતે For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy