SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૩) गच्छना भेद बहु नयण नीहाळतां, तत्वनी वात करतां न लाजे. उदर भरणादि निज कार्य करता थका, જોઈ નહી વઢવા -ધાર છે રૂ . (અનન્તનાથ સ્તવન) આ ગાથામાં શ્રીમદ્ તે સમયના ગચ્છના સાધુઓને મતભેદ-ઉદીરણું કરીને-કલેશ ન કરવા સંબધી ઉપાલંભ આપે છે અને કહે છે કે, ગ૭ના બહુ ભેદ આંખે દેખાય છે. ગચ્છની તકરાર કરે છે અને તત્ત્વની વાત કરતાં લજજા પામતા નથી. ઉદરનિવહવૃત્તિ કરતા છતા મોહે નડેલા કલિકાલમાં વર્તે છે. આમાં એવું નથી કહ્યું કે ગચ્છો એ આગમોથી વિરૂદ્ધ છે. ફક્ત તેમને કહેવાને આશય એ છે કે, સાધુઓએ ભિન્ન ભિન્ન ગચ્છના મતભેદની -ક્રિયાઓ આદિની કલેશચર્ચા કરીને આત્મહિત ના ચૂકવું જોઈએ. ગચ્છમાં સાધુઓએ આત્મહિત કરવા વસવું જોઈએ,કિન્તુ ગ૭ની ભિન્નયિાની માન્યતાભેદે અસહિષ્ણુતાથી ઈષ્ય-કલેશ-નિન્દા, અને ખંડનના શુષ્કવિવાદ આદિમાં પ્રવેશ કરી સમાધિરૂપ ચારિત્રમાર્ગથી દૂર ન રહેવું જોઈએ. તેમણે પિતૃબુદ્ધિથી તે કાલમાં કેટલાક સાધુઓને ઠપકે આપે છે પણ ગચ્છનું ખંડન કર્યું નથી. ઉપદેશમાલામાં કહ્યું છે કે, “આત્મહિતકારક એવા ગચ્છને છોડી જે સાધુ એકલે વિહાર કરે છે તે ચારિત્ર ભ્રષ્ટ થાય છે.” સર્વ સૂત્રમાં શિરોમણિ એવા કલ્પસૂત્રમાં કહ્યું છે કે, શ્રી વીરપ્રભુને “griાલ શાળા નવાળા હૃથ્થા ” અગીયાર ગણધર અને નવ ગચ્છ થયા. શ્રી વીરપ્રભુના સમયમાં નવ ગછ હતા, તે હાલ પાછો હોય એમાં શું આશ્ચર્ય? ગચ્છ કહે, સમાજ કહે, મંડળ કહે, ગણે કહો, એ સર્વ એકાર્યવાચિ શબ્દ છે. સાધુઓના આચારની વ્યવસ્થા ખરેખર ગચ્છથી રહી શકે છે. ગચ્છાચારપત્રામાં ગછના આચારે સંબધી ઉત્તમ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. ગચ્છાચારપયન્નાની ટીકા શ્રી આનન્દવિમલસૂરિના શિષ્ય શ્રી વિજયવિમલે કરી છે, તે અમોએ વાંચી છે તેમાં, સાધુઓ અને સાધ્વીઓના આચારવિચાર સંબધી સારું વિવેચન કરવામાં આવ્યું છે. ભિન્ન ભિન્ન છોમાં જ્યારે શિથિલતા પ્રગટે છે અને તેના આગેવાનો જ્યારે રાગ-દ્વેષ-કલેશપ્રમાદ અને ખંડનમંડનના ટંટા ઝગડા વગેરેમાં પડી જાય છે ત્યારે, તેઓને-આનન્દઘનજી જેવા પુરૂ, ઉપાલંભ આપે તેથી કંઈ પંચાંગદ્વારા સિદ્ધ થતા ગચ્છનું ખંડન થઈ શકે નહિ. કોઈ કાઈને ઠપકો આપે છે ત્યારે કથે છે કે, અમુક કુળનો થઈને કૂળથી વિરૂદ્ધ થઈને વર્તે છે અને મોટી મોટી વાતો કરતાં લાજતે નથી? એ પ્રમાણે ઠપકે For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy