SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) મનુષ્યને જૈન બનાવવા સમર્થ થાઉં. ધનવિના મનુષ્યની ધર્મમાં શ્રદ્ધા ભાવભક્તિ રહેતી નથી. શ્રીમદ્ આનન્દઘનજી પાસે સુવર્ણસિદ્ધિ હતી. રૂદન્તી વગેરે વનસ્પતિના યુગથી સુવર્ણ થાય છે, તેમ જ યોગના બળથી સુવર્ણસિદ્ધિ થાય છે. શ્રીમદ્દ ઉપાધ્યાયના મનમાં એ ભાવ થે કે, જે મને સુવર્ણસિદ્ધિ મળે તે લાખ કરોડે શ્રાવકે બનાવીને જૈનધર્મનો ઉદ્ધાર કરી એકવાર સંપૂર્ણ આર્યદેશને જૈનમય કરી દઉં. ઉપાધ્યાયજીના મનમાં “સવિજીવ કરૂં શાસનરસી.” એવી સવિચારની ભાવના-સાગરની ભરતી પેઠે વધવા લાગી. શુભાધ્યવસાયમાં પ્રવર્તવાથી અશુભ કર્મનો નાશ થાય છે અને પુણ્યને બંધ થાય છે. સર્વ જીવોને હું ધમ બનાવું; આવી ઉચ્ચભાવનાથી જીવ તીર્થકરની પદવી પ્રાપ્ત કરે છે. ઉપાધ્યાયજીના મનમાં તર્ક થયો કે, શ્રીમદ્ આનન્દઘનજી પાસે સુવર્ણસિદ્ધ છે તે તેમની સેવા–બહુ માન કરું તો તે સુવર્ણસિદ્ધિ આપે. આવા વિચારથી તેઓ આનન્દઘનજીની શોધ કરવા લાગ્યા. મેડતાના પાસેના જંગલમાં તેઓ છે એવો પત્તો લાગવાથી ઉપાધ્યાયજી ત્યાં પધાર્યા અને મેડતામાં પધારવાની વિજ્ઞપ્તિ કરી. શ્રીમદ્ આનન્દઘનજીને શ્રી ઉપાધ્યાય ઉપર શુદ્ધ પ્રેમ હતો, તેથી ઉપાધ્યાયના આગ્રહથી તેમની સાથે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં એક ઠેકાણે આનન્દઘનજી માતરું કરવા બેઠા. માતરું (મૂત્ર) કરવાના ઠેકાણે તે તે બેસી રહ્યા અને અન્તરમાં ઊંડા ઉતરી ધ્યાન કરવા લાગ્યા. ઉપાધ્યાયજી-વાર થવાથી અકળાવા લાગ્યા, પણ કરે શું ? મનમાં તેઓ વગડાના યોગીની આવી દશાને ! કંઈને કંઈ વિચાર કરવા લાગ્યા. એક કલાક થયો તેપણુ આનન્દઘનજી ઉઠ્યા નહિ, તેથી ઉપાધ્યાયજીને હાસ્ય આવ્યું–તેથી તે આડું મુખ રાખી કંઈક હસ્યા, ત્યારે આનન્દઘનજી પણું હસવા જેવું કરવા લાગ્યા. ઉપાધ્યાયજીના મનમાં વિચારે છે કે, આનન્દઘનજીનું હસવા જેવું મુખ્ય કારણ વિના કેમ થયું? તેથી તેમણે તે માટે શ્રી આનન્દઘનજીને પૂછયું. ઉત્તરમાં શ્રીમદ્ આનન્દઘનજીએ, જેવી રીતે તું હો તેવી રીતે હું હસ્યો, એમ કહ્યું આવું વચન શ્રવણ કરી ઉપાધ્યાય શરમાઈ ગયા. ઉપાધ્યાયજીના સંકેત પ્રમાણે મેડતામાં ઠાઠમાઠ પૂર્વક સંઘે પધરામણું કરી. શ્રીમદ્ આનન્દઘનજીનું આ બાબતપર કંઈ લક્ષ ન હતું. સર્વ લેક ગયા બાદ ઉપાધ્યાયજીએ કહ્યું કે, સાહેબજી મારી આટલી બધી સેવાનું કારણ એ છે કે “જૈનશાસનની પ્રભાવના માટે સુવર્ણસિદ્ધિની જરૂર છે, અને આપની પાસે સુવર્ણસિદ્ધિ છે તેથી કૃપા કરીને મને તે–સુવર્ણસિદ્ધિ આપે.” ઉપાધ્યાયના કથન પશ્ચાત્ કેટલેક વખત શ્રીમદ્ આનન્દઘનજી મૌન રહ્યા અને છેવટે For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy