________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
ચેતન ચિઘન સંગીરંગી, અજ અવિનાશી અભંગી. ચેતવ પર પરિણતિસેં નામ ધરતહે, ફરત ફરત દાય રંગી, દો રંગી એક રંગી હવે, તબ હેવત નિજસંગી. ચેતન- ૧ જગત ભાગત ઉંઘ દશા સહુ, નાસત કમ કઢંગી; આપ સ્વરૂપે આપ સમાયે. અચળ અટળ ઉમંગી. ચેતન, ૨ સ્યાદ્વાદી સમજે છે ક્ષણમાં, નિજ ધન અખ્તર પાવે; બુદ્ધિસાગર ચેતે ચિત્તમાં, સે નિજ ઘરમાં આવેચેતન૦ ૩
વિજાપુર,
પદ
૨૫
હંસા સે હું ચિન્મય ધ્યાવે, અલખ અગોચર થાવે, હંસા શકિત અનંતિ સતાતારી, સ્થિતિ અનંતિ ધરાવે; તત્વરમણતા પ્રગટે જબહી, અનુભવ અમૃત પાવે. હંસા૧ ઉપાદાન પણ આપે આપે, સમરે શકિત સ્વભાવે; ઘટ શોધે સે બધે નિજકું, નિજ ઘર આતમ આવે. હંસા૨ આનંદ અનહદ અંતર પ્રગટે, આપો આપ સ્વભાવે; કાલ કમકા ભયકું તોડી, નિર્ભય પદ વર્તાવે. હંસા. ૩ નાથ અનામી નિવૃત્તિમય, શુદ્ધ સ્વરૂપ સેહાવે; આતમ પરમાતમાહે નિજ, બુદ્ધિસાગર ગાવે. હંસા. ૪
વિજાપુર,
For Private And Personal Use Only