________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
૧૫
શુદ્ધ સ્વભાવે આત્મિક દર્શન તુર્ત પમાd, આત્મિકભાવે અનંત સુખ તો દિલમાં થાતું. સહજ ચેતન ધ્યાન કરવા પ્રણવ પ્રથમપાય છે, બુદ્ધિસાગર સહજ ઋદ્ધિ પ્રણવમંત્ર થાય છે, પરમેષ્ટિ આઘાક્ષરથી કાર ભણે છે, સર્વમંત્રમાં આઘમ આકાર ગણે છે; સર્વ મંત્રમાં પ્રણવમંત્ર છે શિવ સુખકારી, આપેક્ષિક જન વચનો સમજે નરને નારી; પ્રણવમ સત્વશક્તિ જ પ્રગટતી દિલમાં ખરી, બુદ્ધિસાગર પ્રણવમંગે, શાંતતા મનમાં વરી, પ્રણવમંત્રમાં સર્વ, મંત્રનો સાર સમાતો, પ્રણવમંત્રનો મહિમા, જગમાં બહુ વખણાત; પ્રણવમંત્રને જગમાં મુનિવર પ્રેમે સાધે, પ્રણવમંત્રથી સૂર્યસમે, મહિમા જગ વાધે કંઠચક્રમાં પ્રણવર્મ, વચનસિદ્ધિ થાય છે, ટળે પિપાસા પ્રણવમંગે કઠ સંયમ થાય છે. ત્રિપુટીમાં પ્રણવમંત્રનું ધ્યાનજ સાચું, તંદ્રાવસ્થા જયકારી ઓકારે રાચું; પ્રણવ દર્શન, આપે અનેક દેવો, સાલંબન ઑકાર, મંત્રને પ્રેમે સેવ; સાલંબન કારમં દેવ દર્શન થાય છે, બુદ્ધિસાગર પ્રણવમં સત્ય શાંતિ પમાય છે દર્શન આચ્છાદન ટળતું કાર પ્રભાવે, ત્રિપુટીમાં પ્રણવમંથી જ્ઞાની ગાવે; ત્રિપુટીમાં આલંબન સંયમની રીતી, મન વશ કરવા માટે સાલબતની નીતિ;
For Private And Personal Use Only