________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષા (ઢાળ બીજી) ચરમજિણેસર કેવળનાણી, ચઉવિકસંઘ પાઠાનાણી; પાવાપુરી સામી સંપત્તિો, ચઉવિહદેવનિકાયે જુત્તો........... ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણદીઠે મિથ્થામતિખજે; ત્રિભુવનગુરુ સિંહાસણે બેઠા, તતખિણ મોહ દિગંતે પેઠા.૯ ક્રોધ માન માયા મદપુરા, જાએ નાઠા જિમ દિન ચૌરા; દેવદુંદુભિ આકાશે વાજે, ધર્મનરેસર આવ્યા ગાજે ..... ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસઠઇંદ્ર જ માગે સેવા; ચામર છત્રશિરોવરિ સોહે, રૂપેજિણવર જગ સહુ મોહે ૧૧ ઉપસમરસભર ભરિ વરસતા, યોજનવાણીવખાણ કરતાં; જાણિએ વર્ધમાનજિન પાયા, સુરનર કિનર આવે રાયા ૧૨ કાંતિસમૂહે ઝલમલકતા, ગયણ વિમાણે રણરણકંતા; પેખવિ ઇંદભૂઈ મન ચિંતે, સુર આવે અન્ડ યજ્ઞ હોવંતે ૧૩ તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા; તો અભિમાને ગોયમ જંપે, તિણે અવસરે કોપે તણુકંપ. ૧૪ મૂઢલોક અજાણ્યો બોલે, સુર જાણતા ઇમ કાંઇ ડોલે; મૂ આગળ કો જાણ ભણજે, મેરૂ અવર કિમ ઓપમ દીજે ૧૫
વસ્તુ વિરજિણવર વીરજિણવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમહિએ પત્તનાહ સંસારતારણ, તિહિ દેવે નિમ્મવિએ સમોવસરણ
For Private And Personal Use Only