SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ---- -- ------ - : કારત-કેશ : વસંતક્રીડાનું વર્ણન. જેમના પતિ પ્રવાસે ગયા છે એવી સ્ત્રીઓના પ્રાણુ પતિ આવવાની તીવ્ર ઉત્કંઠાને લીધે કઠે આવી રહેલા છે અને એથી સંતાપ પામેલી તે સ્ત્રીઓ શીતળતા મેળવવા અશોક વૃક્ષનાં પાંદડાંઓથી પિતાનાં હૃદયને ઢાંકી રહી છે, એવી આ વસંત ત્રતુને જાણે વિજય ઢેલ ન વાગતા હોય એ રીતે આ કોયલે જ્યાં મહર રીતે ટહૂકી રહી છે એ એ વસંત સમય કહે કેના જીવને આનંદ આપનારો-ઘેલે બનાવનાર નથી ? એ પ્રકારના ગુણથી અભિરામ વસંતત્રતુ આવતાં મિત્રોએ અમરદત્તને કહ્યું: હે પ્રિય મિત્ર! આંખનું ફળ તે જેવાની વસ્તુઓ જોઈ લેવાનું કહ્યું છે માટે શણગાર કર અને વસંતના ઉત્સવને છે. આ સાંભળીને વસંતને ઉત્સવ જેવાનું અમરદત્તને ભારે કુતૂહલ થયું અને તેથી તેણે પિતાના પિતાને વિનંતિ કરીઃ હે પિતાજી! તમે સંમતિ આપે તે પહેલાં કેઈ વાર નહિ જેએલી એવી વસંતની રોભા જેવા જાઉં. શેઠ બેલ્યા: હે પુત્ર! એમાં અજુગતું છે? કેવળ આપણું કુલપરંપરાના ધર્મને વિનાશ ન થાય અને આપણું ધનને પણ ક્ષય ન થાય એ રીતે તું વસંત કીડા કરી શકે છે. ત્યાં જે લેકે જેવા કે ખેલવા આવે છે તેઓ બધા જુદા જુદા ધર્મવાળા હોય છે અને તેઓ બીજાના ધર્મને નાશ કરવા કુબુદ્ધિ પણ આપે તેવા હોય છે એવા લેકેથી તારું મન ચંચળ ન બને એનું તારે બરાબર ધ્યાન રાખવાનું છે. એ રીતે પિતાની રજા મેળવીને તે પિતાના કેટલાક મિત્રોની સાથે વેષભૂષા ધારણ કરીને પુષ્પાવતસ નામના ઉદ્યાનમાં વસંત માણવા પહોંચે. તે ઠેઠ ઉદ્યાનની અંદરના ભાગ પર ગયે અને સ્વછંદપણે વસંતના ખેલ ખેલવા લાગ્યો. તે એવી રીતે કે, કઈ ઠેકાણે રૂમઝુમ કરતાં મણિ અને સુવર્ણને પહેરેલી, હસતા મુખવાળી અને નાચતી અબળાઓના ઝુંડને તે જુએ છે, એ અબળાઓનું ઝુંડ અબળાઓનું ઝુંડ નથી પરંતુ જાણે કે ખીલેલાં કમળવાળું ગુંજતા ભમરાવાળું અને ઉગ્ર પવનથી ખખડતું નલિનીનું વન ન હોય એવું લાગે છે. વળી કેઈ ઠેકાણે પંચમ સ્વરના અવાજથી ઊભરાઈ જતા અને વાંસળી તથા વિષ્ણુના અવાજવાળા ગીતને સાંભળે છે. એ ગીત, પ્રવાસીઓની પત્નીઓને ભારે ખેદ ઉપજાવે એવું છે, મંત્રના પઠનની પેઠે તેમને થંભાવી દે અને ચક્કરમાં પાડી દે એવું છે. વળી ક્યાંય, ખીલેલા વેલાની વેલને જુએ છે અને ક્યાંય નવાં નવાં પાદડાં ફૂટતી અશકની શાખાને જુએ છે, તથા જેનું માન ખંડિત થઈ ગયેલ છે એવી પ્રયિની સ્ત્રીને તેને ભર્તાર સેંકડો પ્રકારની ખુશામત કરીને (તેને) મનાવતું હોય એવું દ્રશ્ય પણ ક્યાંય જુએ છે. વળી, ક્યાંય તે ફૂલેને ચૂંટે છે, નદીના કાંઠા તરફ જાય છે, કાંઠા ઉપરથી મેટે કૂદકો મારીને પાણીમાં પેસે છે, થોડી વાર વળી હીંચકાની રમત રમે છે એ રીતે પ્રસન્નતા પામેલ એ, કેઈથી પણ ગાંયે ન જાય એ રીતે અક્ષે–ચક્રોવડે સાધના કરતા ગીની પેઠે અક્ષ–ઇદિવડે આનંદને અનુભવે છે. એ પ્રમાણે અનેક પ્રકારની વિલાસની કીડાઓ વડે રમતે તે વનહાથીની પેઠે પિતાની મિત્રમંડળી સાથે તે ઉદ્યાનમાં ધરાઈ ધરાઈને ભમી રહ્યો છે. "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy