SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અમરદત્ત નામાભિધાન અને તેની વિચક્ષણતા. : કથારસ્ત્ર–કેશ : તારા કુળમાં જે ધર્મ પૂર્વપુરુષોની પરંપરાથી ઊતરી આવે છે તે ધર્મને આ છોકરો તજી દેશે. આ સાંભળીને એકદમ શેઠ ચમક અને વિચારવા લાગ્યું. પૂર્વજ પુરુષોની પરંપરાથી ચાલ્યા આવતા ધર્મનાં કાર્યોને આગળ ને આગળ વધારે એટલા માત્રથી જ પુત્રને જન્મ પિતાને પ્રીતિ ઉપજાવે છે અર્થાત્ જે પુત્ર પિતાના કુળધર્મને દીપાવે તે જ પુત્ર પિતાને પ્રીતિકર થાય છે. અને જે પુત્ર પિતાની દુશીલતાને લીધે કલુષ પરિણામવાળો બની પરંપરાથી ચાલ્યા આવતા કુલધર્મને ઢીલ કરી નાખે એ પુત્ર થવાથી શું? અને એવા પુત્રને મેટે કરવાથી પણ શું ? . આ રીતે વિચાર કરતા અને નિસ્તેજ મુખવાળા શેઠને જોઈને પિલે જેશી ફરી બોલ્યઃ હે મહાભાગ! એટલા માત્રથી શા માટે સંતાપ પામે છે? ગમે તે કઈ એક ખાસ પ્રકારના ગુણને પામેલ પુત્ર પિતાની કીતિ વધારે જ છે. “સારું' એમ કહીને શેઠ રાજી થયે. અમર નામની દેવીએ આપેલો હોવાથી સારું મૂહુર્ત આવતાં તેનું નામ અમદર પાડયું. નવરાવનારી, રમાડનારી, ઘરેણાં પહેરાવનારી, ખોળામાં બેસારનારી અને ધવરાવનારી એવી પાંચ ધા તેને માટે રોકવામાં આવી. એ રીતે પાંચ ધા દ્વારા ઉછેરાતે તે બાળપણને વહી ગયા. સકલ કલાને સમૂહ તેને ભણાવવામાં આવ્યું. પછી તે જુવાન થયું અને તેને એક શેઠની કન્યા પરણાવવામાં આવી. તે પુત્ર ધર્મોત્તર ન ચાલ્ય જાય તે માટે પિતા તેને રોજ ને રોજ સવિશેષપણે પિતાની સાથે બુદ્ધભગવાનના મંદિરમાં પૂજાસેવા માટે લઈ જાય છે, બોદ્ધ ભિક્ષુઓને પગે લગાડે છે, બુદ્ધનાં શાસ્ત્રોને સંભળાવ્યા કરે છે અને બુદ્ધિ સાધુઓ સિવાય બાકીના બીજા બધા લિંગી સાધુ-સંન્યાસીને સંગ તજી દેવાનું કહ્યા કરે છે. એ પ્રમાણે તેના દિવસે વિતે છે. “આ મારો પુત્ર બુદ્ધિધર્મને પરમાર્થ સમજવામાં વિચક્ષણ છે અને એ ધર્મમાં તે સારી રીતે જોડાઈ ગયેલ છે” એમ જાણીને પિતા ઘણે ઘણે રાજી થયો. પછી તે શેઠે અમરદત્તને પિતાનાં બધાં ખાનગી કામમાં પણ પિતાની સાથે જ જોડી દીધો. આમ તે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગોની સાધના કરતા રહે છે. એવામાં વસંતઋતુ આવી પહોંચી. એ વસંત પક્ષીઓને પણ હર્ષ જનક છે, એને લીધે વૃક્ષામાં પણ ફેરફાર થતો દેખાય છે, પિતાના પ્રિયને વિયેગ પામેલી કામિનીઓને એ ઋતુ થરથરાવી નાખે છે અને સમસ્ત ભૂમંડળ ઉપર એ ઋતુ આવવાથી પ્રદ-પ્રમોદ થઈ રહે છે. વળી, એ હતુ આવતાં વનની લક્ષમીઓનાં કુમુદનયને વિકસી જાય છે, કમલવદને ખીલી જાય છે અને એ વનલક્ષમીઓ એ નયન અને વદનવડે વધતા ઉત્કર્ષવાળી બનતી સુગંધથી મઘમઘતા વસંતને જાણે જેતી ન હોય એવી લાગે છે. જે ઋતુમાં પ્રવાસ કરતા પ્રવાસી પથિકેના શરીર ઉપર આંબાની મંજરીઓની રજને પંજ પડે છે, તેથી તેમનું શરીર પીળું પીણું થઈ જાય છે, એથી કેમ જાણે પોતાની સ્ત્રી ઉપરના નિરંતર અનુરાગથી રંગાયેલા ન હોય એવા તે પથિકે શોભે છે. વળી, જે ત્રાતુમાં "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy