SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ -- : -... - - સ્વ. કમળાબહેન પુરુષોત્તમદાસ ( [ સંક્ષિપ્ત જીવન-ઝરમર ] અમદાવાદને “જૈન પુરી” ના ઉપનામથી ઓળખવામાં આવે છે. વ્રત-જપ, તપનિયમ, ધાર્મિક અનુષાને, વગેરે ધર્માચરણમાં અમદાવાદ હંમેશા અગ્રપ૮ હેાય છે. સ્વ. કમળાબહેનના પિતાશ્રી પુરુત્તમદાસ નાગરદાસ અમદાવાદ નગીનાળિ, રતનપળમાં રહેતા હતા. તેઓ વાવે માયાળુ, દયાળુ અને ધર્મનિષ્ઠ હતા. જો કે તેઓશ્રીએ ધાર્મિક અભ્યાસ વિશેષ નહેતે કર્યો છતાં મુનિ-મહારાજાઓના સતત સમા ગમથી તેઓશ્રીએ પિતાના જીવનને ધાર્મિક ક્રિયાકાંડથી દીપ્તિમાન બનાવ્યું હતું. સાધુ-સાધ્વીઓની વથાવરચને અપ્રતિમ ગુણ તેઓશ્રીને કર્યો હતે. પિતાની કમાણીને સદ્વ્યય તેઓશ્રીએ પાંજરાપોળ, આયંબિલ ખાતું, જિનાલય, જીર્ણોદ્ધાર તેમજ કેળવણીના ક્ષેત્રેમાં કર્યો હતો, જેમાં કમળા બહેનની પ્રેરણા મુખ્યત્વે હતી. શુભ કાર્યોમાં આશરે રૂ. ૪૦) ચાલીશ હજારને દાન-પ્રવાહ વહેવડાવી તેઓશ્રીએ પિતાનું જીવન સફળ કર્યું હતું. અને બાકીની જે મિલકત રહી તે માટે કમળા બહેન અને તેમની પુત્રીઓ માટે ટ્રસ્ટ કર્યું હતું, જેનું ટ્રસ્ટી મહાશયે સુંદર રીતે સંચાલન કરી પિતાની ફરજ બજાવી રહ્યા છે. સ્વ. કમળા બહેનના માતુશ્રી જાસુદ બહેન પણ શ્રદ્ધા અને ધર્મપરાયણ હતા. તેમણે કમળા બહેનમાં સારા સંસ્કાર સિંચ્યા હતા પણ કમનસીબે કમળા બહેનને લઘુ વયના જ છોડી તેઓ સ્વર્ગવાસી થયા હતા. માતા-પિતાના ઉચ્ચ ગુણેને વારસો કમળા બહેનને મળ્યું હતું. તેઓ સવારે મિલનસાર, હસમુખ અને સૌજન્યપૂર્ણ હોવાથી સો કેઈના આદરને પાત્ર બનતા હતા. ગ્ય ઉંમરે અમદાવાદના જ જાણતા કુટુંબમાં–શેરદલાલ શેઠ વાડીલાલભાઈ છગનલાલના સુપુત્ર ચંદુલાલભાઈ સાથે તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. તેઓ બંનેનું ગૃહસ્થ જીવન સુખી અને શાંત હતું. વ્રત-તપ-જપ-ધાર્મિક નિત્ય કર્મ-કાંડ કરતાં કરતાં કમળા બહેન સ્વજીવન સફળ કરી રહ્યા હતા પરંતુ વિધિની ઈરછા જુદી થઈ અને વિ. સં. ૧૯૯૪ ના કારતક સુદ ૧૩ ના રાજ, આશરે ૩૨ વર્ષની યુવાનવયે, કમળા બહેને પિતાની પાછળ ચાર પુત્રીઓ-કૈલાસ બહેન, સુરેખા બહેન, સુલોચના બહેન તથા સરલા બહેન-મકીને સમાધિભાવે આ ફાની દુનિયાને ત્યાગ કર્યો. કમળા બહેનના પિતાશ્રીએ કમળા બહેન તેમજ તેમની પુત્રીઓને પિતાની મિલકત સુપ્રત કરવા માટે બે ટ્રસ્ટીઓ નીમ્યા હતા. બંને ટ્રસ્ટી મહાશયે શ્રીમાન મનુભાઈ લલ્લુભાઈ ઘડિયાળી તથા શ્રી બચુભાઈ નથુભાઈ ઝવેરી, પિતાની ફરજ આનંદપૂર્વક બજાવી રહ્યા છે. "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy