SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ જેન ચિત્રકટપદ્રુમ હાલમાં મળી આવતી સુવર્ણાક્ષરી પ્રતિઓની પ્રશસ્તિઓ જોતાં ચદમાં અને પંદરમાં સિકામાં જ કલ્પસૂત્ર, કાલકકથા, ઉત્તરાયનું સૂત્ર, ભગવતી સૂત્ર વગેરેની સેંકડો પ્રતિએ સુવર્ણની શાહીથી લખાએલી હોય તેમ દેખાય છે, અને તેથી જ ગુજરાતની જૈનાશ્રિત કળાની કિંમતી સંત ગણીગાંઠી બાલગોપાલ સ્વતિની પ્રત તથા સપ્તશતીની ડીએક પ્રતનાં ચિત્રો સિવાય બીજી કોઇ પણ હિંદુ રાજવી અગર મુસલમાન બાદશાહના દરબારના સંગ્રહની ચિત્રકળાનો નમૂનો સરખો પણ આજે જોવા મળતો થથી. મારી માન્યતા પ્રમાણે, સેનાની તથા રૂપાની શાહીઓને લખવા માટે ઉપગ ચૌદમાપંદરમા સૈકાથી જ શરૂ થયો હોય એમ લાગે છે, અને તેની સાબિતી તે સમય દરમ્યાનના શ્રીજિનમંડનગણિકત કુમારપાળ પ્રબંધ’, ‘ઉપદેશતરંગિણી'ના કર્તા શ્રી રત્નમંદિરમણિ તથા “શ્રાદ્ધવિધિ’ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રતનશેખરસુરિ વગેરેના તે તે ગ્રંથોના ઉલેખ આપે છે. આ સમય દરમ્યાનનાં ચિત્રોમાં તાડપત્રના સમય કરતાં વાદળી રંગ વધારે પ્રમાણમાં વપરાવા લાગ્યો અને કેટલીક વાર તો તેને ઉપગ ચિત્રાની પૃષ્ઠભૂમિ તરીકે પણ થવા લાગે. વળી, ખુલતો ગુલાબી અને કોઈક વખત નારંગી પણ વપરાવા લાગ્યો. તાડપત્રનાં ચિત્રોમાં વપરાતા કીમજી અને સીંદુરિયા બંને રંગને મળતા લાલ રંગનો ઉપયોગ થવા લાગ્યા. ચિત્રાના વિષયમાં પણ પલટે થયે. મોટા ભાગે તીર્થકરો, દેવો અને આશ્રયદાતાઓનાં ચિના થડ સાંકડા દેખાવોનું જૂનું રણ બદલાઈને મોટા વિશાળ પ્રમાણના જુદાજુદા દેખાવાનાં ચિત્રો ચીતરાવવા લાગ્યાં. આ કળાનો પ્રચાર જૈન સંપ્રદાયની બહાર પણ સારા ગુજરાતમાં થએલો દેખાય છે. એ કળામાં આલેખાએલી વિણવ સંપ્રદાયની “બાલગોપાલ સ્તુતિની ત્રણ પ્રતો તથા “સપ્તશતી’ની એક પ્રત હાલમાં હાથ આવી છે, અને સાંભળવા પ્રમાણે બીજી એક “બાલગોપાલ સ્તુતિ'ની પ્રત પિટલાદની નારણભાઈ હાઈસ્કૂલમાં પણ છે. તારીખ વગરની કાગળની પ્રત જૂનામાં જૂની જે મળી આવે છે તે મોટે ભાગે ૧૨"x૩ અગર ૧૧૪૩૩ની હોય છે. તે પછીના સમયની તેનાથી યે મેટી ૧૧૮૪ અને વધુમાં વધુ ૧૬ "x" સુધીની મળી આવે છે. સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રીહંસવિજયજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત ૧૧૩ ઈચના કદની છે, જેમાંનાં ત્રીસ ચિ પિકી પાંચ ચિત્ર તથા તેની આજુબાજુની સુંદર કિનારો વગેરેના ચાર ઓંકે પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે, આ ચિત્રોમાં, પુરુષોનાં કપાળમાં છે આવી જાતનાં તિલકે તથા સ્ત્રીઓનાં કપાળમાં • આવી જાતનાં તિલક, જૈન તેમજ વૈષ્ણવ બંને સંપ્રદાયની હસ્તપ્રતોમાં જે જોવામાં આવે છે તે ઉપરથી એમ પણું અનુમાન થઈ શકે છે કે આજે ગુજરાતમાં ધાર્મિક સંપ્રદાયના જે કુસંપો તથા ઝગડાઓ જૈને તથા વણની અંદર દેખા દે છે તેવા ઝગડાઓ તે સમયમાં નહિ જ હોય, કારણકે ગુજરાતની જૈનાશ્રિત કળાના નમૂનાઓમાં જે જાતનાં વસ્ત્રો, નાક, આંખ તથા કાન વગેરે શરીરના અવયવો તથા આભૂષણો જોવામાં આવે છે તે જ તનાં વર, આભૂષણે તથા શરીરના
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy