SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઈતિહાસ ૫૫ ચિત્ર (ચિત્ર ન. ૨૫૦) તેમજ મારા પોતાના સંગ્રહમાંની રતિરહસ્યની બે પ્રતોમાંથી એકેક ચિત્ર અત્રે પહેલવહેલી વખત રજૂ કરવામાં આવ્યાં છે. આ બધાં એ ચિત્ર પંદરમા સૈકાનાં છે, અને તેની આંખો તથા બીજા અવયવે જૈન ધર્મના કથાપ્રસંગનાં ચિત્રોને મળતાં આવે છે, તેથી ખાત્રી થાય છે કે આ કળાને પ્રચાર મુગલ સમય પહેલાં ગુજરાતના--પશ્ચિમ ભારતના દરેક સંપ્રદાયના લોકોમાં હવે જોઈએ—પછી તે જૈન હો કે વૈષ્ણવ. પંદરમા સૈકાનાં આ બધાં ચિત્રો તે સમયના રીતરિવાજો, પહેરશો તથા લોકજીવનનો ઇતિહાસ નણવા માટે ઘણું જ મહત્ત્વનાં છે. આ ચિત્ર પછીનાં ચિત્રોમાં આપણે ઉપર જણાવી ગયા તે ગુજરાતની જૈનાશ્રિત ફળાની ખાસ વિશિષ્ટતાએ દેખાતી નથી; કારણકે , “ ગુજરાતની જૈનાશ્રિત કળા' કહે કે “ગુજરાતની કળા' કહે, તે પછીના સમયની મુગલ કળા' અને “રાજપૂત કળા’માં ભળી ગઈ હોય તેમ લાગે છે, અને આ રીતે ગુજરાતની જૈનાચિત કળા' કળાના વિશિષ્ટરૂપે નાશ પામી છે જે હવે કદી પણ ફરીથી સજીવન થાય એવાં ચિહ્નો જણાતાં નથી. આ ચિત્રો પછીથી ગુજરાતની જૈનાશિત કળા અને મુગલ કાળા વચ્ચેના સમય દરમાનની સંવત ૧૬૪૭માં લખાએલી મારા પિતાના સંગ્રહમાં ને “ઉત્તરાધ્યયન સૂત્ર'ની પ્રતનાં છેતાલીસ ચિત્રો પૈકી આઠ ચિત્ર પણ અત્રે સરખામણી માટે રજુ કરવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર નં. ૨૫થી ૨૬૪ સુધી), જે બંને કળાની વચ્ચેના સમય દરમ્યાનમાં ચિત્રકળાનું પતન ક્યાં સુધી થયું તે બતાવવા માટે બહુ જ ઉપયોગી પુરાવા રૂપે છે. ચિત્રકામ માટે તાડપત્રના સ્થાને જ્યારથી કાગળનો વપરાશ થવા લાગ્યો ત્યારથી ચિત્રોમાં પણ મોટો ફેરફાર થયો. તાડપત્રના પાના કરતાં કાગળમાં ચિત્રકાર તેના કાર્ય માટે વિશાળ જગ્યા મેળવી શકે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પાનાંઓ, અને તેથી ચિત્ર માટેની જગ્યા, વધારે મળવા લાગી. કાગળના વપરાશથી તેઓને વધારે જગ્યા મળી તેટલું જ નહિ, પણ સારાં ચિત્રા ચીતરવા માટે ઉચિત ભય પણ મળી. પહેલાંનાં સાદી લીટીઓનાં પહોળાં ચિત્રોની જગ્યાને બદલે હવે વધારે સુંદર પદ્ધતિસરની જગ્યા મળવા લાગી અને તેથી ચિત્રોમાં વર્ણનાત્મક ભાગની વૃદ્ધિ થઈ. કાગળના સમયનાં નાનાં છબિચિત્રો વધારે સુંદર, વધારે પદ્ધતિસર અને વધારે શણગારવાળાં છે. રંગોની પસંદગીમાં પણ મોટો પલટો થયે. તાડપત્રનાં નાનાં છબિચિત્રોમાં જયાં પીળો રંગ વપરાતો હતો તેની જગ્યાએ હવે સોનેરી રંગ વપરાવા લાગ્યો (જોકે કેટલાએક દાખલાઓમાં પળે રંગ પણ વપરાએ મળી આવે છે). કેટલીક વખત પ્રતેના લખાણ માટે ચાંદી અને તેનું બંને વપરાવા લાગ્યાં. જેમ જેમ સમય જતે ગમે તેમ તેમ તેના ઉપયોગ વધારે થતો ગયો, અને તે એટલે સુધી વધ્યો કે ચિત્રમાં જૈન સાધુનાં કપડાં બતાવવાની ખાતર ચિત્રકારને સેના ઉપર સફેદ રંગનાં ટપકાં અગર, વિચિત્ર રીતે, કોઈક વખત લાલ રંગનાં ટપકાં કરવા પડયાં ! રંગોની અસરને વધારે સુંદરતા આપવા માટે ચિત્રામાં લું વપરાઈ શકે તેટલું સોનું વધારે વપરાવા લાગ્યું અને કાગળ ઉપર પ્રથમ સેનાનો ઉપગ કરીને પછી તેના ઉપર રંગને ઉપાય કરવાની એક જાતની નવી જ પ્રથા શરૂ થઇ, જે તે સમયની ગૂર્જર પ્રજાને વૈભવ અને મહર્ધિતાનું સૂચન કરે છે.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy