SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ ૪૩ Panchasara temple at Patan.'—Page 72.39 અર્થાત્–તે (ચાંપાનેર), હિંદુ રાજા વનરાજ ચાવડા અને તેના પ્રસિદ્ધ મંત્રી શીલગુણુસૂરિના સમયમાં પશ્ચિમ ગુજરાતનું એક મહત્ત્વનું લશ્કરી થાણું હતું. આ બંને ઐતિહાસિક અને મહત્ત્વની વ્યક્તિઓની બે મૂર્તિએ પાટણના પંચાસરા (પાર્શ્વનાથના જૈન) મંદિરમાં છે,’ ગુજરાતના ઇતિહાસથી પરિચિત એકે એક વ્યક્તિ જાણે છે કે જૈનાચાર્ય શીલગુણસૂરિ તે ગૃહસ્થ મંત્રી નહી પણ ત્યાગી જૈનતિ અને વનરાજના ધર્મગુરુ હતા. તેના પ્રખ્યાત મંત્રીનું નામ તે ચંપક શ્રેષ્ઠિ (ચાંપા વાણીઆના નામથી પ્રસિદ્ધ) હતું, કે જેની બહાદુરીથી વનરાજ અણહલપુર પાટણની ગાદી સ્થાપી શક્યા હતા અને તેના જ નામ ઉપરથી ચાંપાનેર નામ પાડવામાં આવ્યું હતું. ‘આ બંને વ્યક્તિએની મૂર્તિએ પાટણના પંચાસરા પાર્શ્વનાથના દેરાસરમાં છે” એમ જે તે જણાવે છે તે વાત પણ બરાબર નથી. પાટણના પંચાસરા પાર્શ્વનાથના જૈન મંદિરમાં જે મૂર્તિઓ છે તે પૈકીની એક આચાર્યશ્રી શીલગુણસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિની છે (ચિત્ર. નં. ૩) અને બીજી મહારાધિરાજ વનરાજ ચાવડાની છે (ચિત્ર નં. ૭). વનરાજની સાથેની બાજુ ઉપરની જે મૂર્તિને ઘણા વિદ્વાના તેના મંત્રી ચાંપાની મૂર્તિ તરીકે ઓળખાવે છે. તે મૂર્તિ વાસ્તવિકરીતે ચાંપાની નોંહ પણ મંત્રી આસાકની છે, જે તેના પુત્ર પ્રુર અરિસિંહે કરાવીને ત્યાં સ્થાપન કર્યાના ઉલ્લેખ પ્રસ્તુત મૂર્તિની નીચે જ છે. વળી પ્રસ્તુત લેખની અંદર પાના ૭૪ ઉપર ચિત્ર નંબર ૪ના પ્રસંગનું વર્ણન કરતાં તેએ જણાવે છે કે: 'At the top of the picture on the right is a group of three figures: the man is blowing a pipe, while another is offering a flask (of wine?), and the woman a bunch of flowers.' અર્થાત્ ચિત્રને મથાળે જમણી બાજુએ ત્રણ આકૃતિ છેઃ એક પુરુષ શરણાઈ વગાડે છે, બીજાના હાથમાં પાનપાત્ર (મદિરાનું?) છે અને સ્ત્રીના હાથમાં કુલાના ગુચ્છ છે. ઉપરના ચિત્રના પ્રસંગમાં શ્રી મહેતા જમણી બાજુની ત્રણ આકૃતિ પૈકીની બીજી આકૃતિના હાથમાં પાનપાત્ર (મિંદરાનું પ્યાલું?)' હોવાનું જણાવે છે તે અસંભવત——નહિ બનવા જેવી વાત છે. તેમના જેવા (પેાતે જ પ્રસ્તુત લેખમાં કહે છે તેમ પોરવાડ જ્ઞાતિમાં જન્મ લીધાનું અભિમાન ધરાવનાર) વિદ્વાન મહાશય કે જેઓ નિરંતર જૈનેના સહવાસમાં આવે છે તેમના મગજમાં જિનમંદિરમાં ચીતરેલી આકૃતિના હાથમાં મિદરાનું પ્યાલું?' હાવાની કલ્પના પણ શી રીતે આવી હશે તેની કાંઇ સમજણ મને પડતી નથી, વાસ્તવિક રીતે એ ત્રણે આકૃતિઓના હાથમાં જિનપૂજાની સામગ્રી જ છે અને તે નીચે મુજબ છેઃ ‘ત્રણ આકૃતિ પૈકી એક પુરુષ આકૃતિના હાથમાં તે શરણાઇ (એક જાતનું વાજીંત્ર) ૩૭ ટિ, ૧ લેખ નં. ૨૫.
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy