SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ સ્ત્રી પરિવાર આદિની પ્રતિકૃતિઓ મળી આવી છે. મંત્રી કર્મણે પંદરમી સદીમાં થઈ ગએલા આચાર્યશ્રી સમજયસૂરિને અમદાવાદથી આવતાં આગ્રહ કરતાં મહીસમુદ્રને વાચક પદ અપાવ્યું હતું (જુઓ ગુણરત્નાકર કાવ્યો. પરંતુ આ પ્રતની ચિત્રકળા તેરમા અગર ચાદમા સૈકાથી અર્વાચીન તે નથી જ તેથી પ્રત લખાવનાર કર્મણ બીજા હોવા જોઈએ. ગુજરાતની કપડાં ઉપરની જૈનાશિત કળા આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કપડાં ઉપર ચીતરેલાં ચિત્રો પણ મળી આવે છે. કપડાં ઉપરનાં ચિત્રો પૈકીનું પ્રાચીનમાં પ્રાચીન એક ચિત્ર પાટણના સંધના ભંડારમાં આવેલી ધર્મવિધિમરણું અને કલી રાસની ખાદીના બે ટુકડા ચટાડીને તૈયાર કરેલી પ્રતિ ઉપર માત્ર સરસ્વતી દેવીની ચીતરેલી સાદી આકતિનું છે (લેખન વિ. ચિ.નં. ૭). આનો લખ્યા સંવત ૧૪૦૮ છે. ત્યાર પછીના ક્રમમાં પ્રવર્તક કાંતિવિજયજીના પ્રશિ મુનિમહારાજ શ્રીજશવિજયજીના સંગ્રહમાં સંવત ૧૪૫૩ (ઇ.સ. ૧૯૯૬)માં લખાએલો સંગ્રહણી ને કપડાં ઉપરનો પટ આવે છે, જેમાંની આકૃતિઓ બહુ જ ઘસાઈ ગએલી હોવાથી તેના નમૂનાઓ અત્રે રજુ કરી શક નથી. પછી સંઘવીના પાડાના ભંડારમાં સંવત ૧૪૯૦(ઈ.સ. ૧૪૩૩)માં ચાંપાનેર મુકામે લખાએલા “પંચતીર્થી પેટનો વારો આવે છે. એ પટ પાવાગઢ ઉપરનાં જૈન કવેતાંબર મંદિરની તે સમયની હયાતીના ઐતિહાસિક પુરાવા રૂપ છે. મુનિશ્રી પુણ્યવિજયજી પોતાના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામના લેખના પૃ. ૨૭ની કુટનોટ ૩૩માં જણાવે છે તે પ્રમાણે, આ ચિત્રપટનો પરિચય શ્રીયુત એન. સી. મહેતાએ ફોટોગ્રાફ સાથે ઈસ. ૧૯૩૨ના “ઇન્ડિયન આર્ટ એન્ડ લેટર્સના પૃષ્ઠ ૭૧-૭૮માં A picture-roll from Gujarat (A.D. 1433) શીર્ષક લેખમાં આપેલ હોવાથી અને તે મૂળ પટ શ્રીયુત મહેતા પાસે જ હોવાથી તેનાં ચિત્રો અને રજુ કરી શકાયાં નથી, પરંતુ આ ઐતિહાસિક પટ મુનિશ્રી પુણ્યવિજયજીએ પાછો મંગાવી લઇને ભંડારના વહીવટદારને સુપ્રત કરવાની જરૂરિયાત છે, કારણકે આજે પાવાગઢ ઉપર એક પણ તાંબર જૈન મંદિર હસ્તીમાં નથી. ઇતિહાસવેત્તાઓએ આ સબંધી તપાસ કરીને પાવાગઢ ઉપરનાં તાંબર સંપ્રદાયનાં જૈન મંદિરોનું સ્થાન દિગંબર જૈન મંદિરએ ક્યારથી અને ક્યારે લીધું તે બહાર લાવવાની જરૂર છે. શ્રીયુત મહેતાએ આ ચિત્રપટનો પરિચય કરાવતાં જે ગંભીર અને અક્ષમ્ય એતિહાસિક ભૂલો કરી છે તે નીચે પ્રમાણે છે: ‘But it (Champaner) was once an important military centre of Western Gujarat under its Hindu sovereign Vanaraja Chavada and his famous Jaina minister Shilguna Suri. The inscribed images of both these important personages in the history of Gujarat are preserved in the
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy