SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઋતિહાસ ૨૯ કલાસૃષ્ટિના શણગારથી હિંદુ ધર્મ લદાઇ રહ્યો હતો. કાળ જતાં કળા ધીમેધીમે ઉપાસનાના સ્થાનેથી પતિત થઈ દ્રિયવિલાસનું સાધન બની રહી. તે વખતે જાણે કુદરતે જ વક્ર દૃષ્ટિ કરી હોય તેમ મુસલમાની આક્રમણાએ તેની એ સ્થિતિ છિન્નભિન્ન કરી નાખી. હિંદુ ધર્મે દારિદ્રય તથા નિર્બળતા સ્વીકારી લીધાં; સામનાથ ખંડેર બની ઊભું. તે વખતે દેશની કળાલક્ષ્મીને પૂછ્યું અને પવિત્ર ભાવથી આશા આપનાર જૈન રાજ્યકર્તાઓ તથા ધનાઢયોનાં નામ અને કાર્તિ અમર રાખી કળાએ પેાતાની સાર્થકતા સિદ્ધ કરી છે, મહમુદનો સંહારવૃષ્ટિ પૂરી થતાં જ ગિરનાર, શત્રુંજય અને આબુનાં શિખર પર કારીગરાનાં ટાંકણાં ગાજી ઊચાં અને જગતમાત્ર વિસ્મયમાં ઠરી જાય એવી દેવનગરીએ ઝળકી ઊડી. દેશના ધનકુબેરાએ આત્માની રતૃપ્તિ દેવને ચરણે શોધી. સુગંધ, રૂપ, સમૃદ્ધિ સર્વ ધર્મમાં પ્રગટાવ્યાં અને કળાનિર્માણનું સાચું કુળ, શાંતિ અને પવિત્રતા અનુભવ્યાં. પરિણામે કળા ઘેાડાએક વિલાસી જીવાના એકાંતિક આનંદના વિષય નહિ, પણ દરેક ધર્મપરાયણ મુમુક્ષુ માટે સર્વકાળપ્રફુલ્લિત સુવાસિત પુષ્પ બની રહી. દરેક ધર્મસાધક એ કલાસૃષ્ટિમાં આવી એકાગ્રતા, પવિત્રતા અને મનનું સમાધાન મેળવતા થયેા. ધર્મદષ્ટિએ દેવાયતના શ્રીમાનેાને માટે દ્રવ્યાર્પણનીચેગ્ય ભૂમિ અન્યાં. એ પૈસાથી તેમના પરિવાર વિલાસથી ખેંચી જઇને ખાનદાનીભર્યાં ત્યાગ અને કુલગૌરવ સમજ્ગ્યા. એ ધનિકાના નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી દેશમાં કારીગરે અને સ્થપતિ એનાં કુળે મૂલ્યાંકાલ્યાં. અસંખ્ય શિલ્પીઓમાંથી કાઇ ઇશ્વરી બક્ષિશવાળા હતા તે અદ્ભુત મૂર્તિવિધાયક થયા. સ્થાપત્ય કે મૂર્તિ, વેલ કે પૂતળી, દરેકના વિધાનની પાછળ એમની અતિશય ઉચ્ચ માનસવાળી આધ્યાત્મિક જીવનદૃષ્ટિનું ભાન થયા વિના રહેતું નથી. આબુ ઉપરની દેવમહેલાતે, ગિરનાર પરનાં મેાટા ઉઠાવનાં દેરાસર કે શત્રુંજય પરનાં વિવિધ ઘાટનાં વિમાને જોનારને આપણા આ યુગની કૃતિ માટે શરમ જ આવે છે, જૈન ધર્મને કળાએ જે કીર્તિ અને પ્રસિદ્ધિ અપાવી તેથી હિંદ આખું મગરૂર છે અને એ દરેક ભારતવાસીના અમર વારસા છે.' ગ્રંથસ્થ જૈન ચિત્રકળા ગુજરાતની જૈનાશ્રિત કળા જુદાજુદા વિભાગામાં વહેંચાએલી છે. મુખ્યત્વે કરીને તે જૈન મંદિરાના સ્થાપત્યમાં તથા જૈન ધર્મના હસ્તલિખિત ધર્મગ્રંથમાં મળી આવે છે, આ છે અંગો પૈકી સ્થાપત્યકળાના પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત ગ્રંથમાં તેના એ બે મહત્ત્વના અંગો પૈકીના એક અંગ તેના ધર્મગ્રંથાની કળાના મળી શકતા ઇતિહાસ આપવાનો મારા ઉદ્દેશ છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરામાં આવેલા જૈન ગ્રંથભંડારા મધ્યેની ચિત્રવાળી હસ્તપ્રતાના અભ્યાસ અને બારીક અવલાકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કર્યું છે. મારી પહેલાંના કામ કરનારાઓએ તેમને મળેલી અથવા જ્ઞાત થએલી એવી ઘેાડી પ્રતામાં જ પેાતાનું ક્ષેત્ર સંકુચિત કર્યું છે. ભારતની રાજપુત અને મેાગલ કળાની પહેલાં, એટલેકે સોળમી સદીના છેલ્લા સમય પહેલાં લઘુ પ્રમાણુનાં િિચત્રોની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આમે જાતમાંથી એક
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy